________________
૫O
શ્રી કુલક સમુચ્ચય बहिरंतरंगभेया, विविहा वाही न दिति तस्स दुहं । गुरुवयणाओ जेणं, सुहज्झाणरसायणं पत्तं ।।१०।। जिअमप्पचिंतणपरं, न कोइ पीडेइ अहव पीडेइ । ता तस्स नत्थि दुक्खं, रिणमुक्खं मन्नमाणस्स ।।११।। दुक्खाण खाणी खलु रागदोसा, ते हुंति चित्तम्मि चलाचलम्मि । अज्झप्पजोगेण चएइ चित्तं, चलत्तमालाणिअकुञ्जरुव्व ।।१२।। एसो मित्तममित्तं, एसो सग्गो तहेव नरओ अ । एसो राया रंको, अप्पा तुट्ठो अतुट्ठो वा ।।१३।। लद्धा सुरनररिद्धी, विसया वि सया निसेविया णेण । પુu સંતોસેવિUT, ક્રિસ્થ વિનિબુનાયા ? ૨૪
જેણે સદ્ગુરુના વચનથી ઉપદેશાયેલું શુદ્ધ આત્મધ્યાનરુપી રસાયણ પ્રાપ્ત કર્યું છે, તેને બહિરંગ (રોગાદિ) અને અંતરંગ (કામક્રોધાદિ) વિવિધ પ્રકારના વ્યાધિઓ પણ દુઃખ આપી શકતા નથી. II૧૦ ||
જે જીવ આત્મચિન્તનમાં (આત્મધ્યાનમાં) તત્પર થયેલો હોય, તેને કોઇ પીડા કરી શકતું નથી અથવા કરે તો પણ તેને દુઃખ નથી થતું કારણ કે તે પીડાઓથી પોતે ‘ઋણમાંથી હું મુક્ત થાઉં છું.' એમ માને છે. TI૧૧/T.
ખરેખર, દુ:ખોની ખાણ રાગદ્વેષ છે અને રાગ દ્વેષની ઉત્પત્તિ ચિત્ત ચલાયમાન થવાથી થાય છે, જેમ આલાનરુપી સ્તંભે બાંધેલો હાથી ચપલતાનો ત્યાગ કરે છે (શાંત ઉભો રહે છે), તેમ અધ્યાત્મયોગથી ચિત્ત પણ ચપલતાનો ત્યાગ કરે છે. T૧રી
આત્મા પોતાના ગુણોમાં તુષ્ટમાન થયો તો પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ સ્વર્ગ છે અને પોતે જ રાજા પણ છે અને જો તુષ્ટમાન ન થયો તો પોતે જ પોતાનો શત્રુ છે, પોતે જ નરક છે તેમ જ પોતે રંક પણ છે, આમ આત્માની ઉત્તમ કે અધમસ્થિતિ પોતાને જ આધીન છે. |૧૩||
આ જીવે દેવોની અને મનુષ્યોની 28 દ્ધિ પણ મેળવી અને ત્યાં બધે વિષયો પણ સદેવ વારંવાર સેવ્યા, તો પણ સંતોષ વિના શું તેને કોઇપણ ઠેકાણે જરા પણ શાન્તિ થઇ છે ? Tી૧૪ /