________________
૪૯
શ્રી આત્માવબોધ કુલકન્
निअविन्नाणे निरया, निरयाइ दुहं लहंति न कया वि । નો ઢોલ્ફ માનો, દું સોનિવડે ઝૂમિ ? ।।।। तेसिंदूरे सिद्धी, रिद्धी रणरणयकारणं तेसिं । तेसिमपुण्णा आसा, जेसिं अप्पा न विन्नाओ ।। ६ ।
तादुत्तरो भवजलही, ता दुज्जेओ महालओ मोहो । તા કવિસમો તોદ્દો, ના નાઓ ન(નો) નિયો વોહો ।।૭।। जेण सुरासुरनाहा, हहा अणाहुव्व वाहिया सो वि । अज्झप्पझाणजलणे, पयाइ पयंगत्तणं कामो ।। ८ ।।
पिच, वारिज्जंतं वि सरइ असेसे (पसरइ असेसे) । झाबलेणं तं पहु, सयमेव विलिज्जइ चित्तं ।।९।।
આત્મસ્વરુપના જ્ઞાનમાં (સમભાવમાં) નિરંતર રક્ત એવા જીવો નરક, તિર્યંચ વિગેરેનાં દુ:ખો કદાપિ પામતા નથી, કારણ કે જે આત્મવિજ્ઞાનરુપી (સ્વસંવેદનરુપી) સીધા માર્ગ પર ચાલે છે, તે જીવ (નરકાદિનાં દુ :ખો જેમાં છે એવા સંસારરુપી) કૂવામાં ક્યા કારણે પડે ? ||૫||
જેઓને આત્મા ઓળખાયો નથી, તેઓથી સિદ્ધિ (મોક્ષ) દૂર જ રહે છે, લક્ષ્મી પણ તેઓને દુ :ખોનું કારણ થાય છે અને તેઓની આશાઓ અપૂર્ણ રહે છે. ।।૬।।
ત્યાં સુધી જ ભવસમુદ્ર દુસ્તર છે, મહામોહ પણ ત્યાં સુધી જ દુર્જય છે અને અતિ વિષમ એવો લોભ પણ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું.
||૭||
અરે ! જેણે સુરેન્દ્રોને અને અસુરેન્દ્રોને પણ અનાથની જેમ પીડિત (વશ) કર્યા છે, તે પ્રબળ કામ પણ અધ્યાત્મ (આત્મ) ધ્યાન રૃપ અગ્નિમાં પતંગિયાની જેમ ભસ્મ થઇ જાય છે. ।।૮।।
શુભ ભાવના-ચિંતન વિગેરેથી બાંધવા છતાં પણ જે મન સ્થિર રહેતું નથી, અભિગ્રહાદિથી વાર્યા છતાં પણ ચારે બાજુ ફર્યા કરે છે તેવું દુર્જય ચપળ મન પણ આત્મ ધ્યાનના બલ વડે સ્વયં જ શાન્ત થાય છે. ।।૯।।