________________
४६
શ્રી કુલક સમુચ્ચય अप्पा अरी होइ अणवट्ठिअस्स, अप्पा जसो सीलमओ नरस्स । अप्पा दुरप्पा अणवट्ठियस्स, अप्पा जिअप्पा सरणं गई य ।।११।। न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो ।।१२।। न सेवियव्वा पमया परक्का, न सेवियव्वा पुरिसा अविज्जा । ने सेवियव्वा अहमानि हीणा, न सेवियव्वा पिसुणा मणुस्सा ।।१३।। जे धम्मिया ते खलु सेवियव्वा, जे पंडिया ते खलु पुच्छियव्वा । जे साहुणो ते अभिवंदियव्वा, जे निम्ममा ते पडिलाभियव्वा ।।१४।। पुत्ता य सीसा य समं विभत्ता, रिसी य देवा य समं विभत्ता । मुक्खा तिरिक्खा य समं विभत्ता, मुआ दरिद्दा य समं विभत्ता ।।१५।।
અનવસ્થિત ચિત્તવાળાને-વિષયાસક્ત જીવને તેનો પોતાનો જ આત્મા વૈરી છે, શીલવંત પુરુષને આત્મા એ જ તેનો યશ છે, અનવસ્થિત ચિત્તવાળાને (અસંયમીને) પોતાનો જ આત્મા દુરાત્મા છે અને ઇન્દ્રિયોને જીતીને મનને વશ કરે તે જિતાત્માને તે પોતે જ શરણ અને આશ્રયભૂત થાય છે. ||૧૧||
ધર્મકાર્યો સમાન ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, જીવહિંસા સમાન ઉત્કૃષ્ટ કોઇ અકાર્ય નથી. પ્રેમરાગના બંધન સમાન ઉત્કૃષ્ટ બંધન નથી અને બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજો કોઇ લાભ નથી. II૧૨ના
સજ્જન પુરુષે પરસ્ત્રીને ન સેવવી, વિદ્યાહીન પુરુષોને ન સેવવા, (ઉચ્ચ કુલવાળા હોવા છતાં) આચારથી અધમ તથા નીચ કુલવાળાને ન સેવવા તથા ચાડિયા (દુષ્ટ પુરુષો)ને પણ ન સેવવા-આટલાનો સંગ ન કરવો. TI૧૩/
જે ધાર્મિક હોય તે પુરુષોને જ સેવવા, જે પંડિત હોય તે પુરુષોને જ પૂછવા યોગ્ય પૂછવું, જે સાધુ-મુનિરાજ છે, હોય તેને જ વંદન અને જે નિર્મમ હોય તેઓને અશનાદિકનું દાન આપવું. Tી૧૪
ડાહ્યા પુરુષોએ સુપુત્રો અને વિનીત શિષ્યો એ બેઉને સરખા કહ્યા છે, ઋષિઓને અને દેવોને સરખા કહ્યા છે, મૂર્ખાઓને અને તિર્યંચોને સરખા કહ્યા છે અને મરણ પામેલા અને દરિદ્ર એ બેઉને સરખા કહ્યા છે. TI૧૫TT