________________
૪ ૫
શ્રી ગૌતમ કુલકમ્ बुद्धी अचंडं भयए विणीयं, कुद्धं कुसीलं भयए अकित्ती । संभिन्नचित्तं भयए अलच्छी, सच्चे ट्ठियं संभयए सिरी य ।।५।। चयंति मित्ताणि नरं कयग्धं, चयंति पावाई मुणिं जयंतं । चयंति सुक्काणि सराणि हंसा, चयंति बुद्धी कुवियं मणुस्सं ।।६।। अरोइअत्थे कहिए विलावो, असंपहारे कहिए विलावो। विक्खित्तचित्ते कहिए विलावो, बहु कुसीसे कहिए विलावो ।।७।। दुट्टा निवा दंडपरा हवंति, विज्जाहरा मंतपरा हवंति । मुक्खा नरा कोवपरा हवंति, सुसाहुणो तत्तपरा हवंति ।।८।। सोहा भवे उग्गतवस्स खंती, समाहिजोगो पसमस्स सोहा । नाणं सुझाणं चरणस्स सोहा, सीसस्स सोहा विणए पवित्ती ।।९।। अभूसणो सोहइ बंभयारी, अकिंचणो सोहइ दिक्खधारी । बुद्धिजुओ सोहइ रायमंती, लज्जाजुओ सोहइ एगपत्ती ।।१०।।
વિનયવંત અને સૌમ્ય પ્રકૃતિવાળા માણસને બુદ્ધિ ભજે છે, ક્રોધી અને કુશીલિયાને અપકીર્તિ ભજે છે, વ્રત ભાગનારને અલક્ષ્મી (દરિદ્રતા) ભજે છે અને સત્યમાં સ્થિર રહેનારને લક્ષ્મી સેવા કરે છે. સાપા
કૃતઘ્ન પુરુષને મિત્રો ત્યજે છે, જયણાવાળા મુનિને પાપો ત્યજે છે, સુકાઈ ગયેલાં સરોવરોને હંસપક્ષીઓ ત્યજે છે અને કોપવંત મનુષ્યને બુદ્ધિ ત્યજે છે. ૬TI
સાંભળનારને ન રુચે તેવી વાત કહેવી તે વિલાપ તુલ્ય છે, એકાગ્રતા વગરના જીવને કંઇ કહેવું તે વિલાપ તુલ્ય છે, વિક્ષિપ્ત ચિત્તવાળાને કંઇ કહેવું તે વિલાપ તુલ્ય છે અને કુશિષ્યને ઘણું કહેવું તે પણ વિલાપ તુલ્ય છે. ||૭TI
દુષ્ટ રાજાઓ દંડવામાં તત્પર હોય છે, વિદ્યાધરો મંત્ર સાધવામાં તત્પર હોય છે, મૂર્ણ પુરુષો કોપ કરવામાં તત્પર હોય છે અને ઉત્તમ સાધુઓ તત્ત્વ (પરમાર્થ) સાધવામાં તત્પર હોય છે. II II
ક્ષમા ઉગ્રતપની શોભા છે, સમાધિ યોગ તે ઉપશમની શોભા છે, જ્ઞાન અને શુભધ્યાન તે ચારિત્રની શોભા છે અને વિનયમાં પ્રવૃત્તિ કરવી તે શિષ્યની શોભા છે ! આ
બ્રહ્મચારી આભૂષણ વિના પણ શોભે છે, દીક્ષાધારી અકિંચનપણે (પરિગ્રહના ત્યાગથી) શોભે છે, રાજાના મંત્રી બુદ્ધિયુક્ત હોય તો શોભે છે તથા લજ્જાળુ મનુષ્ય એકપત્નીવ્રત પાળવાથી શોભે છે. (૧) |