________________
શ્રી ભાવ ફુલકમ્ किं बहुणा भणिएणं, तत्तं निसुणेह भो ! महासत्ता । मुक्खसुहबीयभूओ, जीवाण सुहावहो भावो ।।२०।। इय दाणसीलतवभावणाओ जो कुणइ सत्तिभत्तिपरो । देविंदविंदमहिअं, अइरा सो लहइ सिद्धिसुहं ।।२१।।
વધારે કહેવાથી સર્યું ! હે મહાસત્ત્વશાળી ભવ્યો ! હું તમોને તત્ત્વરુપ વચન કહું છું તે સાંભળો. “મોક્ષ સુખના બીજરૂપ ભાવ જ જીવોને સુખકારી છે” (અર્થાત્ શુભ ભાવના યોગે જ જીવો મોક્ષ મેળવી શકે છે). ૨૦
એ રીતે દાન, શીલ, તપ અને ભાવનારુપ ચતુર્વિધ ધર્મને જે ભવ્યાત્મા શક્તિ અને ભક્તિના ઉલ્લાસપૂર્વક કરે છે, તે મહાશય ઇન્દ્રોના સમૂહવડે પૂજિત એવું મોક્ષસુખ અલ્પકાળમાં પ્રાપ્ત કરે છે. ર૧ી
(આ કુલકમાં અંતે ચારે કુલકોના કર્તાએ પોતાનું ‘દેવેન્દ્રસૂરિ' એવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનોને ખરા ભાવથી આદરવાં એ આત્મ હિતકર છે.).