________________
શ્રી કુલક સમુચ્ચય विरयाविरयसहोअर, उदगस्स भरेण भरिअसरिआए। भणियाए सावियाए, दिन्नो मग्गु त्ति भाववसा ।।१६।। सिरिचंडरुद्दगुरुणा, ताडिज्जतो वि दंडघाएण।। તાત્રે તસ્લીમો, સુદર્ભેસો લેવાની ના પાછા जं न हु भणिओ बंधो, जीवस्स वहे वि समिइगुत्ताणं । भावो तत्थ पमाणं, न पमाणं कायवावारो ।।१८।। भावच्चिय परमत्थो, भावो धम्मस्स साहगो भणिओ। सम्मत्तस्स वि बीअं, भावच्चिय बिंति जगगुरुणो ।।१९।।
વિરત સાધુ અને અવિરત શ્રાવક (રાજા) જે બંને સગા ભાઇ હતા, તેઓને ઉદ્દેશીને “દીક્ષા લીધી ત્યારથી સદાય મારા દેવરમુનિ (ભોજન કરવા છતાં) ઉપવાસી હોય અને મારો પતિ રાજા (ભોગ ભોગવવા છતાં) સદાય બ્રહ્મચારી હોય તો તે નદીદેવી ! મને માર્ગ આપજે', એમ ઉક્ત મુનિને વંદન કરવા જતાં અને પાછા વળતાં શ્રાવિકા (રાણી)એ માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને સંબોધીને કહ્યું ત્યારે ભોજન કરવા છતાં અને વિષયનું સેવન કરવા છતાં શુભ ભાવના કારણે નદીએ રાણીને વચ્ચે માર્ગ કરી આપ્યો હતો. II૧૬IT
શ્રી ચંડરુદ્રાચાર્ય નામના ગુરુએ દંડના પ્રહારથી તાડન કરવા છતાં પણ તે દિવસનો દીક્ષિત નૂતન શિષ્ય તત્કાળ કેવળજ્ઞાન પામ્યો, તે શુભ લેશ્યાનું-ભાવનું ફળ હતું. ૧૭ ||
સમિતિ-ગુપ્તિવંત સાધુઓથી ઉપયોગ રાખવા છતાં ક્યારેક જીવનો વધ થઇ જાય, તો પણ નિચ્ચે કર્મબંધ થતો નથી, તેમાં તેઓનો શુભ (અહિંસક) ભાવ એ જ પ્રમાણ છે, કાયવ્યાપાર પ્રમાણભૂત મનાતો નથી. ||૧૮.
આત્માનો શુભભાવ જ ખરો પરમાર્થ છે, ભાવ જ ધર્મનો સાધક છે અને ભાવ જ સમ્યકત્વનું બીજ છે, એમ ત્રિભુવનગુરુ શ્રી તીર્થકરો કહે છે. ||૧૯ IT