________________
૧૧
શ્રી ધર્માચાર્યબહુમાન કુલકમ્ आराहणाओ गुरुणो, अवरं न हु किंपि अस्थि इह अमियं । तस्स य विराहणाओ, बीयं हलाहलं नत्थि ।।२८।। एयंपि हु सोऊणं, गुरुभत्ति नेव निम्मला जस्स । भवियव्वया पमाणं, किं भणिमो तस्स पुण अन्नं ? ।।२९।। साहुण साहूणीणं, सावयसड्ढीण एस उवएसो। दुण्हं लोगाण हिओ, भणिओ संखेवओ एत्थ ।।३०।। परलोयलालसेणं, किं वा इहलोयमत्तसरणेणं, हियएण अहव रोहा, जह तह वा इत्थ सीसेणं ।।३१।। जेण न अप्पा ठविओ, नियगुरुमणपंकयम्मि भमरोव्व । किं तस्स जीविएणं? जम्मेणं अहव दिक्खाए ? ।।३२।।
ગુરુની આરાધના જેવું બીજું કંઇ અમૃત નથી, અને તેમની વિરાધના જેવું બીજુ કોઇ હલાહલ ઝેર નથી. ર૮T
આ સાંભળીને પણ જેને નિર્મળ ગુરુભક્તિ થતી નથી, તેને માટે ભવિતવ્યતા જ પ્રમાણ છે, તેને વિષે બીજું શું કહીએ ? પાર૯ II
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓને ઉભયલોક (આલોક, પરલોક) ને હિત કરનાર ઉપદેશ અહીં સંક્ષેપમાં કહ્યો છે. ૩૦ ||
પરલોકની ઇચ્છાથી અથવા આલોકમાં એકમાત્ર ગુરુ જ શરણ છે એવા ભાવથી હૃદયના બહુમાનથી અથવા પરાણે, ટુંકમાં ગમે તે રીતે પણ જે શિષ્યએ પોતાના ગુરના મનરૂપી કમળને વિષે ભમરાની જેમ પોતાના આત્માને સ્થાપન કર્યો નથી તેના જીવવાથી, જન્મથી કે દીક્ષાથી શું ?
(અર્થાત્ ભમરો કમળને વિષે ભમ્યા કરે છે તેમ ગુરુના ચિત્તરૂપી કમળમાં આપણા આત્માને સ્થાપન કરવાનો છે. જે આત્માઓ આ કરી શકતા નથી તેનું જીવન, જન્મ અને દીક્ષા બધું જ નકામું છે.) |૩૧-૩૨TI