________________
૧૯
પુણ્ય ફલકમ્ ૪િ] પુષ્ય નુત્તમ છે संपुन्नइंदियत्तं, माणुसत्तं च आयरियखित्तं । ના-ન-નિપાધમો, ત્રહ્મતિ પમૂયપુumહિંસારા जिणचलणकमलसेवा, सुगुरुपायपज्जुवासणं चेव । सज्झायवायवडत्तं, लब्भंति पभूयपुण्णेहिं ।।२।। सुद्धो बोहो सुगुरुहिं, संगमो उवसमो दयालुत्तं । दक्खिण्णं करणजओ, लब्भंति पभूयपुण्णेहिं ।।३।। सम्मत्ते निच्चलत्तं, वयाण परिपालणं अमाइत्तं । पढणं गुणणं विणओ, लब्भंति पभूयपुण्णेहिं ।।४।।
સંપૂર્ણ ઇન્દ્રિયપણું-કંઇ પણ ખોડ ખાંપણ વગરની પાંચ ઇન્દ્રિયોની પ્રાપ્તિ, મનુષ્યપણું, ધર્મસામગ્રી યુક્ત આર્યક્ષેત્રમાં જન્મ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ અને વીતરાગ ભાષિત જૈન ધર્મ, એ સઘળી વસ્તુ ઘણા જ પુણ્યથી પ્રાપ્ત થાય છે. ||૧||
જિન-અરિહંતના ચરણકમળની સેવા-ભક્તિ, સદ્ગુરુના ચરણની પર્યાપાસના અને સ્વાધ્યાય તથા ધર્મવાદમાં વડાપણુ-પરાભવ નહીં પામવા પણું એ પણ ઘણા જ પુણ્યયોગે મળે છે. ારા
શુદ્ધ બોધ, સુગુરુનો સમાગમ, ઉપશમ ભાવ, દયાળુ પણું, દાક્ષિણ્યતા અને ઇન્દ્રિયોનો જય એ દરેક ઉત્તરોત્તર ઘણા ઘણા પુણ્યથી પામી શકાય છે. ||૩||
સમ્યક્ત્વમાં નિશ્ચલતા, વ્રતોનું નિરતિચાર પાલન, નિર્માયીપણું, ભણવું, ગણવું અને વિનય કરવો, એ બધાં વાનાં પણ ઘણા જ પુણ્યયોગે પમાય છે. II૪ /
ઉત્સર્ગ અને અપવાદ તથા નિશ્ચય (આત્મ શુદ્ધિરૂપ અત્યંતર ધર્મ) અને વ્યવહાર (બાહ્યધર્મ) તે દરેકની વિશેષતા સમજવાનું નિપુણપણું, તેમજ મન, વચન અને કાયાની શુદ્ધિ, (આત્મહિતકર કુશલ પ્રવૃત્તિ) એ દરેક વાના પણ ઘણા જ પુણ્યયોગે પ્રાપ્ત થાય છે. પી