________________
૧૩
શ્રી ગુરુપ્રદક્ષિણા કુલકમ્
રૂ] શ્રી ગુરુઅક્ષTI jનવમ્ જોગમ-સુક્ષ્મ-બંધુ-vમવોર્નાિમવા સાયેરિયા | अन्नेवि जुगप्पहाणा, पइं दिढे सुगुरु ते दिट्ठा ।।१।। अज्ज कयत्थो जम्मो, अज्ज कयत्थं च जीवियं मज्झ । जेण तुह दंसणामय-रसेण सित्ताइं नयणाई ।।२।। सो देसो तं नगरं, सो गामो सो अआसमो धन्नो । जत्थ पहु तुम्ह पाया, विहरंति सयापि सुपसन्ना ।।३।। हत्था ते सुकयत्था, जे किइकम्मं कुणंति तुह चलणे । वाणी बहुगुणखाणी, सुगुरुगुणा वण्णिआ जीए ।।४।। अवयरिया सुरधेणू, संजाया मह गिहे कणयवुट्ठी । दारिदं अज्ज गर्य, दिढे तुह सुगुरु मुहकमले ।।५।।
હે સદ્ગુરુજી ! આપનું દર્શન કર્યું છતે શ્રી ગૌતમસ્વામી, શ્રીસુધર્માસ્વામી, શ્રીજંબુસ્વામી, શ્રીપ્રભવસ્વામી, અને શäભવ આદિ આચાર્ય ભગવંતો તેમજ બીજા પણ યુગપ્રધાનોનું દર્શન કર્યું એમ માનું છું. ||૧||
આજે મારો જન્મ કૃતાર્થ થયો, આજે મારું જીવિત સફળ થયું, કે જેથી આપના દર્શનરૂપ અમૃતરસ વડે મારાં નેત્રો સિંચિત થયાં, અર્થાત્ આજે આપનાં અદ્ભુત દર્શનથી મારા નેત્રો સફળ થયાં. સારા
તે દેશ, નગર, તે ગ્રામ અને તે આશ્રમ (થાન) ધન્ય છે કે હે પ્રભુ ! જ્યાં આપ સદાય સુપ્રસન્નપણે વિચરો છો, અર્થાત્ વિહાર કરો છો-રહો છો. [૩]
તે હાથ સુકૃતાર્થ છે કે જે હાથ આપના ચરણે દ્વાદશાવર્ત વંદન કરે છે અને તે વાણી (જીવા) બહુ ગુણવાળી છે કે જેણે સદ્ગુરુના ગુણોનું વર્ણન કર્યું. ૪
હે સદ્ગુરુ ! મેં આપનું મુખકમળ જોયું તેથી આજે મારા ઘરઆંગણે કામધેનુ આવી તેમજ સુવર્ણની વૃષ્ટિ થઇ, અને આજથી મારું દારિદ્ર દૂર થયું છે, એમ હું માનું છું ||૫TI