________________
શ્રી કુલક સમુચ્ચય
चिंतामणिसारिच्छं, सम्मत्तं पावियं मए अज्ज । संसारो दूरीकओ, दिट्ठे तुह सुगुरु मुहकमले ।।६॥
जा रिद्धी अमरगणा, भुंजंता पियतमाइ संजुत्ता । सा पुण कित्तियमित्ता, दिट्ठे तुह सुगुरु मुहकमले ।। ७ ।। मणवयकाएहिं मए, जं पावं अज्जियं सया भयवं । तं सयलं अज्ज यं, दिट्ठे तुह सुगुरु मुहकमले ॥ ८ ।। दुलहो जिणिदधम्मो, दुलहो जीवाण माणुसो जम्मो । द्वेपि मणुअम्मे, अइदुलहा सुगुरुसामग्गी ।।९ ॥ जत्थ न दीसंति गुरू, पच्चूसे उट्ठिएहिं सुपसन्ना । तत्थ कहं जाणिज्जइ, जिणवयणं अमिअसारिच्छं ।। १० ।।
जह पाउसंमि मोरा, दिणयरउदयम्मि कमलावणसंडा । विहसंति तेण तच्चिय, तह अम्हे दंसणे तुम्ह ।। ११ ।।
૧૪
હે સદ્ગુરુ ! મેં આપનું મુખકમલ જોયું તેથી ચિંતામણિરત્ન સમાન સમકિત મને પ્રાપ્ત થયું અને તેથી સંસારનો અંત થયો છે એમ માનું છું ।।૬।।
હે સદ્ગુરુ ! દેવોનો સમુદાય પોતાની પ્રિયતમાઓ સાથે જે સમૃદ્ધિ ભોગવે છે, તે સમૃદ્ધિ આપના મુખકમલના દર્શન કર્યા પછી મને તદ્દન તુચ્છ લાગે છે. ।।૭।। હે સદ્ગુરુ ! મેં મન વચન કાયાથી જે પાપ આજ પર્યંત ઉપાર્જન કર્યું છે તે બધું આપનું વદનકમલ જોયું તેથી સઘળું નષ્ટ થયું, એમ માનું છું ।।૮।।
જીવોને મનુષ્યજન્મ મળવો દુર્લભ છે, તથા સર્વજ્ઞભાષિત ધર્મ પામવો દુર્લભ છે, કારણ કે મનુષ્યજન્મ મળે છતે પણ સદ્ગુરુ રુપ સામગ્રી મળવી અતિ દુર્લભ છે. ।।૯।। જ્યાં રહેવાથી પ્રભાતે ઉઠતાં જ સુપ્રસન્ન ગુરુનાં દર્શન થતાં નથી, ત્યાં અમૃતસદ્દશ જિનવચનનો લાભ શી રીતે લઇ શકાય ? ||૧૦||
જેમ મેઘને દેખી મયૂરો પ્રમુદિત થાય છે અને સૂર્યનો ઉદય થતાં કમળનાં વનો વિકસિત થાય છે, તેમ આપનું દર્શન થતાં અમે પણ પ્રમોદ પામીએ છીએ. ||૧૧||