________________
શ્રી ધર્માચાર્યબહુમાન કુલકમ્ मा पुण एगं पुच्छिय, कुज्जा दो तिन्नि अवरकिच्चाई । लहुएसुवि कज्जेसुं, एसा मेरा सुसाहूणं ।।१७।। काउं गुरुंपि कज्जं, न कहंति य पुच्छिया वि गोविंति । जे उण एरिसचरिया, गुरुकुलवासेण किं ताणं ? ।।१८।। जोग्गाजोग्गसरूवं, नाउं केणावि कारणवसेणं । सम्माणाइविसेसं, गुरुणो दंसंति सीसाणं ।।१९।। एसो सयावि मग्गो, एगसहावा न हुंति जं सीसा । इय जाणिय परमत्थं, गुरुमि खेओ न कायव्यो ।।२०।। मा चिंतह पुण एयं, किं पि विसेसं न पेच्छिमो अम्हे । रत्ता मूढा गुरुणो, असमत्था एत्थ किं कुणिमो ।।२१।।
(હજી આમાં અણસમજણ ન થાય તે માટે વધુ સ્પષ્ટ કરે છે) એક કાર્યની ગુરુને પૃચ્છા કરીને બીજા બે-ત્રણ કામ કરવા નહીં. નાના કાર્યોમાં પણ સુસાધુઓની આ મર્યાદા છે. ૧૭ મી.
મોટું પણ કાર્ય કરીને ગુરુને કહે નહીં, પૂછે તો પણ છુપાવે આવા આચરણવાળા જે છે, તેમને ગુરુકુળવાસથી શું ? અર્થાત્ તેઓને ગુરુકુળવાસનો કોઈ અર્થ નથી. { {૧૮ { }
શિષ્યોનું યોગ્ય અયોગ્ય સ્વરૂપ જાણીને કોઇ પણ કારણવશ ગુરુઓ શિષ્યોને સન્માનાદિ વિશેષ (ઓછુંવત્ત) પણ બતાવે છે. [૧૯T
આ સદા માર્ગ છે કે શિષ્યો સદા એક સ્વભાવવાળા નથી હોતા. આ પરમાર્થને જાણીને ગુરુ વિષે જરા પણ ખેદ ન કરવો. ૨૦ ||
ક્યારેય એવું ન વિચારવું કે અમે કંઇ વિશેષતા જોતા નથી. ગુરુ રક્ત, મૂઢ અને અસમર્થ છે તો અમે શું કરીએ ? | રિવાજ
નહીં, તો કેવી રીતે કરવા ? તે માટે સવારે ગુરુને વંદન સાથે નાની ક્રિયાઓના આદેશ આવી જાય છે. તે સિવાય પ્રત્યેક કાર્યો યાવત્ ગોચરી પાણી જવું, વાપરવું, થંડિલ માત્રુ જવું, સ્વાધ્યાય કરવો, વૈયાવચ્ચ કરવી, કાપ કાઢવો, વિહાર કરવો વગેરે સર્વ કાર્યોમાં ગુરુને પૂછવાનું છે. ગુરુની આજ્ઞા મેળવવાની છે.