________________
૩
ગુણાનુરાગ કુલકમ
जइ इच्छह गुरुयत्तं, तिहुयणमज्झम्मि अप्पणो नियमा । તા સવ્વ-પયત્તાં, પરોસ-વિવપ્નાં બહૈં ।।૨૨।। चउहा पसंसणिज्जा, पुरिसा सव्वुत्तमुत्तमा लोए । उत्तमउत्तम उत्तम मज्झिमभावा य सव्वेसिं ।। १३ ।। जे अहम अहमअहमा, गुरुकम्मा धम्मवज्जिया पुरिसा । તેવિયન ર્નિભિન્ના, વિતુ ત્યા તેનુ વ્યાયા।।૪।। पच्चंगुब्भडजुव्वणवंतीणं सुरहिसारदेहाणं । जुवईणं मज्झगओ, सव्वुत्तमरूववंतीणं ।। १५ ।। आजम्मबंभयारी, मणवयकाएहिं जो धरइ सीलं । सव्वत्तमुत्तमो पुण, सो पुरिसो सव्वनमणिज्जो ।। १६ ।। युग्मम्
જો તું ત્રણે જગતની અંદર ખરેખર પોતાની મોટાઇ ઇચ્છતો હોય તો સર્વ પ્રયત્નોથી પરાયા દોષો જોવાનું કામ સર્વ પ્રકારે બંધ કર ।।૧૨।।
આ જગતમાં છ પ્રકારના જીવો પૈકી ચાર પ્રકારના જીવો સર્વેને પ્રશંસા ક૨વા યોગ્ય છે-એક સર્વોત્તમોત્તમ, બીજા ઉત્તમોત્તમ, ત્રીજા ઉત્તમ અને ચોથા મધ્યમ ||૧૩||
પાંચમા પ્રકારના અધમ કે જેઓ ભારેકર્મી અને છઠ્ઠા પ્રકારના અધમાધમ જે ધર્મવર્જિત હોય છે, તેઓની પણ નિંદા નહિ કરવી જોઇએ પરંતુ તેઓ ઉપર દયા કરવી જોઇએ. ।।૧૪।।
એ ચાર પ્રકારના જીવોનું સ્વરૂપ કહે છે.
દરેક અંગોમાં જેને સુંદર યૌવન ખીલ્યું છે તેવી, સુગંધીમાન શરીરવાળી, અને સર્વ કરતાં ઉત્તમ રુપવાળી એવી સ્ત્રીઓના વચ્ચે રહીને પણ જે પુરુષ જન્મથી બ્રહ્મચારી છે અને મન વચન કાયાથી શીલવ્રતને ધારણ કરે છે તે પુરુષ ‘સર્વોત્તમોત્તમ’ જાણવો. તે સર્વ કોઇને નમવા લાયક છે (આવા પ્રથમ નંબરમાં શ્રી તીર્થંકર દેવો હોય છે.) ।।૧૫-૧૬ ।।