________________
ગુણાનુરાગ કુલકમ્ શ્રી કુલક સમુચ્ચય (૧) FF ગુણાનુરા, પુનમ
(कर्ता : आचार्य श्री मुनिसुंदरसूरि शिष्य श्री सोमसुंदरसूरि) सयलकल्लाणनिलयं, नमिऊण तित्थनाहपयकमलं । परगुणगहणसरूवं, भणामि सोहग्गसिरिजणयं ।।१।। उत्तमगुणाणुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धीओ ।।२।। ते धन्ना ते पुन्ना, तेसु पणामो हविज्ज मह निच्चं । जेसिं गुणाणुराओ, अकित्तिमो होइ अणवरयं ।।३।। किं बहुणा भणिएणं, किं वा तविएण किं व दाणेणं । इक्कं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणं ।।४।। जइ चरसि तवं विउलं, पढसि सुयं करिसि विविहकट्ठाई। न धरसि गुणाणुरायं, परेसु ता निप्फलं सयलं ।।५।।
સકલ કલ્યાણનું નિવાસસ્થાન એવા શ્રી તીર્થકર ભગવાનના ચરણકમળને નમસ્કાર કરીને સૌભાગ્ય અને લક્ષ્મીને ઉત્પન્ન કરનારું એવું પરગુણોને ગ્રહણ કરવાનું સ્વરૂપ (ફળ) કહું છું II૧TI
જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણવાનોના ગુણોનો અનુરાગ રહેલો છે, તેને તીર્થકરપણા સુધીની કોઇ ઋદ્ધિઓ દુર્લભ નથી. મારા
તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે અને તેઓને મારો હંમેશા નમસ્કાર હો કે જેઓના હૃદયમાં સદા વાસ્તવિક ગુણાનુરાગ રહેલો છે. ૩]
બહુ ભણવાથી શું? બહુ તપ કરવાથી શું ? અને બહુ દાન દેવાથી પણ શું? એક ગુણાનુરાગને જ શીખો કે જે સુખોનું ઘર છે. ||૪||
જો તું ઘણો તપ કરે છે, શાસ્ત્રો ભણે છે અને અનેક જાતનાં કષ્ટો વેઠે છે છતાં બીજાના ગુણો તરફ અનુરાગ નથી ધરતો તો એ બધું નિષ્ફળ છે. ||પા