________________
સંપાદકીય સન્નાએ વêતો ખૂણે ખૂણે હોઇ વેરĪ /
સઝાય સમો તવો નત્યિ / ઇત્યાદિ વચનો દ્વારા શાસ્ત્રકારોએ સ્વાધ્યાયનું મહત્વ દર્શાવીને સ્વાધ્યાય માટે વિવિધ રચનાઓ-કૃતિઓનું સર્જન કરીને આલંબન પ્રદાન કરી આપણા પર મહાન ઉપકાર કર્યો છે.
પૂર્વાચાર્ય વિરચિત વિવિધ કુલકો એ જૈન શાસનને વિશિષ્ટ ભેટ છે. તે તે કુલક ગુણનિષ્પન્ન નામ ધરાવતા હોવાથી તેનો વિષય પ્રથમ દષ્ટિએ જ જ્ઞાત થઇ આવે છે. તેના પઠન-પાઠન દ્વારા વિશેષ બોધ સહજતાથી પામી શકાય.
પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. જૈન શાસન રહસ્યોદ્દઘાટક માર્મિક-સાત્ત્વિક વાચના આપતી વેળાએ અવારનવાર કુલકોને કંઠસ્થ કરવા-તેના પદાર્થોથી આત્માને ભાવિતાત્મા બનાવવો ઇત્યાદિ આત્મીયતા સભર પ્રેરણા કરતા હોય છે.
તેઓશ્રીની પ્રેરણા ઝીલીને આ “શ્રી કુલક સમુચ્ચય'માં ૨૫ કુલકો તેમજ શ્રી હૃદય પ્રદીપ ષત્રિશિકા આદિ સંગૃહીત કરી તેનું ભાષાંતર કરવામાં આવ્યું છે.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ ‘હૃદયોર્મિ' તથા વિદ્વદ્રર્ય પૂ. પંન્યાસ પ્રવર શ્રી અજિતશેખરવિજયજી મ.સા. એ મેટ૨ તપાસીને તત્ત્વમંથન રુપ પ્રસ્તાવના લખી આપીને આ પુસ્તકની આદેયતા વધારી છે. તે બદલ હું વિશેષ ઉપકૃત કરાયો છું.
- આજ સુધી અનેક મહાત્માઓએ કુલકાદિનું ભાષાંતર કરેલ છે, અહીં મુખ્યતયા ‘સ્વાધ્યાય ગ્રંથ સંદોહ” આદિ નો આધાર લઇ સુધારા-વધારા સાથે સંગૃહીત કરેલ છે. અત્રે તે મહાત્માઓનું સાભાર સ્મરણ કરીને વિરમું
સંપાદનમાં ક્યાંય ક્ષતિ રહી ગઇ હોય તો સુજ્ઞજનો ક્ષતવ્ય ગણી પરિમાર્જન કરવા નમ્ર વિનંતી.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્..
મુનિ પ્રશાંતવલ્લભવિજય