Book Title: Kulak Samucchay Author(s): Prashantvallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ સમુદાય કુલક કહેવાય છે. પૂર્વના તે તે વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષોએ આ રીતે અલગ અલગ ઘણા વિષયો પર કુલકો રચ્યા છે. કુલકો લગભગ પંદરથી માંડી ચાલીશેક ગાથાઓના ગુચ્છ તરીકે મળતા હોય છે. પૂર્વે ઘણા ઘણા કુલકો શબ્દાર્થ સહિત પ્રકાશિત થઇ ચૂક્યા છે. વિદ્વાન મુનિ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મહારાજે હાલ ઉપલબ્ધ પ્રાયઃ આ બધા કુલકો એકી સાથે ઉપલબ્ધ થઇ જાય એવા શુભાશયથી આ સંગ્રહનું સુંદર સંપાદન કર્યું છે. જે જે કુલકના શબ્દાર્થ નથી મળ્યા, તે તે કુલકનો પોતે શબ્દાર્થ કર્યો છે. અભ્યાસુ, જિજ્ઞાસુ, સ્વાધ્યાય પ્રેમી વર્ગ માટે આ સંપાદન ઘણી રીતે ઉપયોગી થઇ શકે એમ છે. આ માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. સંશોધનના નામે મને પણ આ બધા કુલકોનો સ્વાધ્યાય કરવાનો લાભ આપ્યો, તેથી વિશેષતઃ ધન્યવાદ ! આ કુલકોના પદાર્થોથી ભાવિત થયેલા આપણે મોક્ષમાર્ગે શીધ્રા ગતિએ આગળ વધીએ એવી શુભેચ્છા...જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. વિ.સં. ૨૦૬૧, ભાદરવા વદ ૧૨. પૂ.આ. જયશેખરસૂરિ મ.ની ચોથી સ્વર્ગતિથિ. પાલિતાણા. પંન્યાસ અજિતશેખર વિજય...Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 158