Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજ્ય જ્યઘોષસૂરીશ્વરજી મ.સા.ની હદયોમિ... પ્રભુએ ગણધર દેવો દ્વારા શાસ્ત્રોની રચના કરાવી છે કારણ કે પદાર્થો- તત્ત્વોનું જ્ઞાન વ્યવહારમાં શબ્દો દ્વારા પ્રવર્તે છે. આ તત્ત્વજ્ઞાન અનેક વિષયોમાં વિભાજિત છે. તેથી સદ્ભાવનાઓ માટે, વૈરાગ્ય માટે, આત્મ જાગૃતિ માટે, ગુણ અને ગુણીજનો પર બહુમાન માટે, દાનાદિ મહાત્મ્યના ભાવન માટે, કષાય-વિષયોની ભયંકરતાના ભાવન માટે આવા અનેક વિષયોના તે તે વિષયોના સ્વરુપ, હેતુ, ફળ વગેરે જણાવનાર એક સ્થળે કે ભિન્ન ભિન્ન સ્થળે અનેક વ્યક્તિઓએ રચેલા નિયતશબ્દો રુપી શ્લોકોનો ચિંતન-મનન-ભાવન માટે મુખપાઠ અતિ આવશ્યક છે. માટે આત્માના દોષોના નિગ્રહ માટે, ગુણોની પ્રાપ્તિ માટે, આચારની દઢતા માટે, વારંવાર ભાવના કરવા-વિચારણા કરવા, આત્માને તે તે લક્ષ્ય માટે જાગૃત કરવા-જાગૃત રાખવા શ્લોકોના સંગ્રહ રુપ આ કુલકોના નામથી તે તે વિષયના નાના ગ્રંથો, પ્રકરણો મહાપુરુષોએ બનાવ્યા છે, તે શ્લોકો-ગાથાઓ મુખ પાઠ કરવી, અર્થ વાંચવા, વિચારવા અને અર્થની સ્મૃતિ સાથે ગાથાઓનું પુનઃ પુનઃ પરાવર્તન-સ્મરણ કરવું. તેથી આત્મામાં તે તે ગુણોની પ્રાપ્તિની જિજ્ઞાસા, રુચી, પ્રવૃત્તિ રુઢ થાય છે અને તે તે દોષો પ્રત્યે ઘૃણા-અરુચી-ત્યાગની પ્રવૃત્તિ સહજ પ્રવર્તે છે. માટે આ કુલકો આચાર ગ્રંથો, ભાવના ગ્રંથો, અધ્યાત્મ ગ્રંથોના અંશો રુપ છે. આને ગોખવાથી-પાઠ કરવાથી અંતર્મુખ-અધ્યાત્મરસિક-આચાર રુચીવાળા જીવોને ઘણો જ લાભ થશે. માટે મહાજ્ઞાનીથી માંડીને અભણ જેવા બધાને આ મુખપાઠ કરી ભાવના, પરાવર્તન કરવા ભલામણ છે. આ રીતે ગુજરાતી દુહારુપે ટૂંકમાં આવા ભાવોના સંગ્રહની રચનાઓ પ્રકાશિત થાય તે પણ અતિ જરુરી છે. વિજય જયઘોષસૂરિ વિ.સં. ૨૦૬૨, નૂતનવર્ષ શ્રી ચિંતામણિ જૈન દેરાસર, પાર્લા (ઇસ્ટ), મુંબઇ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 158