________________
કેવળી પ્રભુનો સાથ
માણવા માટે જીવે શું કરવું જોઇએ તે જાણવાની જિજ્ઞાસા ઘણી બળવાન બની. આ ભાવના અનુસંધાનમાં મારો જીવ સહજપણે પ્રભુને આજ્ઞાધીન થતો ગયો, અને હવે ભાવિમાં ક્યારેય મારે સ્વછંદથી વર્તવું નથી એવી ગાંઠ મારામાં બંધાઈ ગઈ.
શ્રી પ્રભુને આજ્ઞાધીન થઈ આ નિર્ણય પાળવાથી જીવને કેવા કેવા ફાયદા થાય છે, રોજબરોજના જીવનમાં પ્રભુ કેવી સંભાળ રાખે છે, તેના કેટલાયે અનુભવો વારંવાર થવા લાગ્યા. તેમાંના કેટલાક અનુભવો મેં ત્રીજા ભાગના પ્રાકથનમાં વર્ણવ્યા છે. ઇ. સ. ૧૯૬૮ના પર્યુષણ પર્વથી આવા અનુભવોની પરંપરા ચાલુ થઈ, અને કૃપાળુદેવનાં જીવન માટેના કેટલાય ખુલાસાઓ મને પ્રત્યક્ષ અનુભવ દ્વારા મળવા લાગ્યા. આને કારણે મારા જીવનની સુધારણા થવા લાગી, વર્તતા ભાવોનું પરિવર્તન થવા લાગ્યું અને કલ્યાણભાવની વિશુદ્ધિ રોજબરોજનાં જીવનમાં થતી ગઈ. તેથી સર્વ જીવો માટેનો કલ્યાણભાવ એવી સરસ રીતે ઉમટયો કે એ ભાવ કરવા સિવાયના અન્ય ભાવો કરવાની રુચિ તૂટતી ગઈ. તે એટલે સુધી કે અન્ય જીવો સંસાર અપેક્ષાએ વિજ્ઞ કરે, અશુભ બોલે છતાં પણ આત્મામાં તેનો પ્રત્યાઘાત પડતો નહિ, અને તેમના માટે પણ, તેઓ અશુભ પ્રવૃત્તિથી મુક્ત થઈ મહાકલ્યાણને પામે તેવો ભાવ બળવાનપણે અનુભવાવા લાગ્યો.
તેની સાથે સાથે એકૅક્રિયાદિ જીવોએ પણ પોતાના દેહનો ત્યાગ કરતાં કરતાં મારા જીવ પર કેટલો ઉપકાર કર્યો છે અને કરે છે તેની સ્પષ્ટતા પરમ કૃપાળુદેવના અંતરંગ બોધ દ્વારા થતી ગઈ. જેમકે ચાલતાં, બેસતાં પૃથ્વીકાય જીવોને હણાતાં જોઈ વિચારાતું કે તેઓ મને પોતાનાં જીવનનો ત્યાગ કરીને પણ હાલવા, ચાલવા, બેસવાની સુવિધા આપે છે તે તેમનો મારા પરનો ઉપકાર છે. તેના પ્રત્યાઘાતમાં તે સહુનો સત્વર વિકાસ થાય એવા ભાવ હૃદયમાં રમવા લાગ્યા. એ જ રીતે પાણી પીતી હોઉં ત્યારે સમજાતું કે આ પાણીકાય જીવો પોતાનાં જીવનનો ત્યાગ કરી મને જીવન બક્ષે છે, તેથી સહજપણે પાણી પીતાં તેમના વિશે કલ્યાણભાવ વેદાતા
xii