________________
બંધનકરણ
* મનોવર્ગણાના પુદ્ગલોને સહકારીકારણ તરીકે રાખીને પ્રવર્તતું આત્મવીર્ય એ મનોયોગ. * ભાષાવર્ગણાના પુદ્ગલોને સહકારીકારણ તરીકે રાખીને પ્રવર્તતું આત્મવીર્ય એ વચનયોગ.
* ઔદારિક વગેરે શરીર પુદ્ગલોને સહકારીકારણ તરીકે રાખીને પ્રવર્તતું આત્મવીર્ય એ કાયયોગ.
૪
પર્યાયવાચી શબ્દો યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય વગેરે યોગના પર્યાયવાચી શબ્દો છે.
અહીં યોગની ૧૦ દ્વારોથી વિચારણા કરવાની છે. (૧) અવિભાગપલિચ્છેદ (૨) વર્ગણા (૩) સ્પર્ધક (૪) અંતર (૫) યોગસ્થાન (૬) અનંતરોપનિધા (૭) પરંપરોપનિધા (૮) વૃદ્ધિ-હાનિ (૯) કાળ અને (૧૦) અલ્પબહુત્વ.
(૧) અવિભાગ પલિચ્છેદ- વીર્યનો એવો સૂક્ષ્મતમ અવિભાજ્ય અંશ કે જેના કેવલજ્ઞાન પણ બે વિભાગ ન કરી શકે (ન જણાવી શકે). અથવા વિષમ વીર્યપરિણતિવાળા બે આત્મપ્રદેશોના વીર્યમાં સંભવિત જઘન્ય ફેરફાર એ અવિભાગ. આને વીર્યાણુ પણ કહે છે. આવા વીર્યાણુઓ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પ્રત્યેક આત્મપ્રદેશો પર અસંખ્યલોકાકાશના પ્રદેશની રાશિપ્રમાણ હોય છે. છતાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યગુણ હોય છે.
(૨) વર્ગણાત્– સમાન વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ વર્ગણા કહેવાય છે.
સર્વાલ્પ વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ પ્રથમવર્ગણા. એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ દ્વિતીયવર્ગણા. એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ તૃતીયા............. ઇત્યાદિ. ૧. આત્મપ્રદેશો લોખંડની સાંકળની કડીઓની જેમ પરસ્પર સંકળાયેલા હોય છે. જે કડીને પકડીને સાંકળને હલાવવામાં આવે છે તે કડીમાં સૌથી વધુ કંપન હોય છે. અને એનાથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ કડીઓમાં કંપન ઓછું હોય છે. એમ જે ભાગના આત્મપ્રદેશો કાર્યને (ક્રિયાને) નજીક હોય છે તેઓમાં વીર્યવ્યાપાર વધુ હોય છે અને દૂરદૂરના આત્મપ્રદેશોમાં તે ઓછો હોય છે. તેમ છતાં લોકના અસં૦મા ભાગ જેટલા આત્મપ્રદેશોમાં તો સમાન-સમાન વીર્યવ્યાપાર હોય છે.
૨. ભવપ્રાપ્તિના પ્રથમ સમયે વિગ્રહગતિમાં રહેલ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને સંભવિત જધન્ય વીર્ય હોય ત્યારના આ સર્વાલ્પ વીર્યાણુઓ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org