________________
ર
(૨) સંક્રમકરણ
(૩) ઉર્તનાકરણ— જે વીર્યવિશેષથી બધ્ધમાનપ્રકૃતિની સત્તાગત સ્થિતિ અને રસમાં વૃદ્ધિ થાય તે.
જે વીર્યવિશેષથી સત્તાગત સ્થિતિ અને રસમાં હાનિ થાય તે. ઉદયવતી પ્રકૃતિના ઉદય અપ્રાપ્ત દલિકો જે વીર્યવિશેષથી ઉદયાવલિકામાં પ્રવેશ કરી ઉદય સન્મુખ થાય તે.
(૬) ઉપશમનાકરણ— જે વીર્યવિશેષથી સત્તાગત કર્મદલિકો ઉદય-ઉદીરણા-નિદ્ધત્તિ અને નિકાચના આ ૪ને અયોગ્ય બને તે.
(૭) નિદ્ધત્તિકરણ–
જે વીર્યવિશેષથી કર્મદલિકો ઉર્તના-અપવર્તના સિવાયના ૬ કરણોને અયોગ્ય બને તે.
(૮) નિકાચનાકરણ
જે વીર્યવિશેષથી કર્મદલિકો એવા બને કે જેથી એના પર એકેય કરણ પ્રવર્તી ન શકે તે.
સામાન્યથી પ્રતિસમય આઠે'ય કરણો પ્રવર્તે છે. બંધનકરણ કાર્યણવર્ગણાના અપૂર્વપુદ્ગલોને સ્પર્શે છે, શેષ ૭ કરણો સત્તાગત પૂર્વબદ્ધ દલિકોના એક અસંમા ભાગને સ્પર્શે છે.
કરણ એ વીર્યવિશેષ સ્વરૂપ છે. તેથી હવે વીર્યની પ્રરૂપણા કરવામાં આવે છે.
(૪) અપવર્તનાકરણ(૫) ઉદીરણાકરણ
બંધનકરણ
જે વીર્યવિશેષથી સત્તાગત પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ અન્ય સ્વરૂપે થાય તે.
એ જ બંધનકરણ. આ ક્રિયારૂપ બંધનકરણ કષાય અને યોગથી થાય છે, માટે એ બન્ને પણ બંધનકરણ છે. ચૂર્ણિમાં આવી વ્યાખ્યા આપી છે. આ જ પ્રમાણે સંક્રમણકરણાદિ માટે જાણવું.
૨. ઉદ્વર્તના-અપવર્તના પણ સંક્રમના જ પેટા વિભાગો છે. તેમ છતાં, જ્યારે પ્રકૃતિ વગેરે ચારે'ય અન્યરૂપે થાય છે ત્યારે સંક્રમ કહેવાય છે, અને પ્રકૃતિ બદલાયા વિના જ્યારે સ્થિતિ/રસમાં વૃદ્ધિ/હાનિ થાય છે ત્યારે એ ઉર્તનાઅપવર્તના કહેવાય છે.
૩. ઉપશમનામાં વિપાકોદય કેઅને પ્રદેશોદયમાં વર્તતા કર્મનો વિપાકોદય અને પ્રદેશોદય પણ બંધ પડે છે. એટલે કે એમ પણ કહી શકાય કે, જે વીર્યવિશેષથી સત્તાગત દલિકોને એવી અવસ્થાવાળા કરવા કે જેથી તેનો પ્રદેશોદય પણ ન થઈ શકે તે ઉપશમનાકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org