________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં જે લબ્ધિ પેદા થાય છે તેને વીર્ય કહે છે. ક્ષયથી પેદા થયેલું વીર્ય ક્ષાયિક કહેવાય. ક્ષયોપશમથી પેદા થયેલું વીર્ય ક્ષાયોપથમિક કહેવાય. વેશ્યાયુક્ત જીવોનું વીર્ય એ સલેશ્યવીર્ય અને લશ્યામુક્ત જીવોનું વીર્ય એ અલેશ્યવીર્ય.
બુદ્ધિપૂર્વક થતી પ્રવૃત્તિઓમાં યોજાતું વીર્ય એ અભિસંધિજ વીર્ય... દા.ત. દોડવું, ભણવું વગેરે.
બુદ્ધિ વિના જ થઈ જતી પ્રવૃત્તિઓમાં યોજાતું વીર્ય એ અનભિસંધિજ વીર્ય.. દા.ત. આહાર પચન, લોહીનું ભ્રમણ વગેરે...
| વીર્ય ]
સલેશ્ય
અલેશ્ય અયોગી કેવળીઓને તેમજ સિદ્ધોને
ક્ષાયિક (સયોગી કેવળીને)
ક્ષાયોપથમિક
અભિસંધિજ
અનભિસંધિજ
અકષાયી
સકષાયી (૧૧-૧૨ ગુણ૦) (૧થી૧૦ ગુણ૦)
અભિ૦ અનભિ૦ અભિ૦ અનભિ૦ અલેશ્યવીર્ય દ્વારા પુગલોના ગ્રહણાદિ થતા નથી. સલેશ્યવીર્ય દ્વારા તે થાય છે. માટે એ જ કરણવીર્ય છે, અને એની જ અહીં પ્રરૂપણા કરવાની છે.
આ સલેશ્યવીર્યના બે રીતે ૩-૩ ભેદ છે. • ગ્રહણવીર્ય- જે વીર્યવિશેષથી ઔદારિકાદિ ગ્રાહ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય તે.
પરિણામવીર્ય- ગૃહીત પુદ્ગલો જે વીર્યવિશેષથી ઔદારિક શરીર વગેરે રૂપે પરિણમે છે. • સ્પન્દનવીર્ય- જે વીર્યવિશેષથી ગમનાદિ નાની મોટી ક્રિયા થાય તે.
અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org