Book Title: Kalashamrut Part 4 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ કલશામૃત ભાગ-૪ સાધકને જૂનાં કર્મો ઉદયમાં આવી અને ખરી જાય છે તેને નિર્જરા કહ્યું. વર્તમાન પર્યાય શુદ્ધાત્માને લક્ષ પરિણમતી હોવાથી આસવોની ઉત્પત્તિ ન થવી તેને નિર્જરા કહે છે. ચૈતન્ય સ્વભાવના લ શુદ્ધિની વૃદ્ધિ થવી તે ભાવ નિર્જરા છે. આ રીતે નિર્જરાના ત્રણ પ્રકાર કહ્યાં છે. (A) દ્રવ્યકર્મની નિર્જરા કહી તે અસદ્ભુત વ્યવહારનયથી કહ્યું. (B) અશુદ્ધ ભાવકર્મની નિર્જરા કહી તે અશુદ્ધ નિશ્ચયનયથી કહ્યું. (C) શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહી તે સદ્ભુત વ્યવહારથી કહ્યું. જ્ઞાની જીવ! કર્મની સામગ્રીની મધ્યમાં રહેલો દેખાય; ચેતન, અચેતન પદાર્થોનો ભોગ-ઉપભોગ કરતો દેખાવા છતાં તે રાગાદિથી રંગાતો નથી. એ ભોગ અને તે ભોગના ભાવથી કેવો નિર્લેપ.. ઉદાસીન રહે છે તેનું સ્પષ્ટ અવલોકન કરાવ્યું છે. ઇબ્દોપદેશમાં કહ્યું છે કે જેમ જેમ સ્વ-પર પદાર્થોના ભેદ વિજ્ઞાન દ્વારા આત્માનું ઉત્તમ સ્વરૂપ, સંવેદનમાં વિકસિત થતું જાય છે, તેમ તેમ સહજ પ્રાપ્ત રમણીય પંચેન્દ્રિયના વિષયો પણ રચતા નથી, અર્થાત્ તેમના પ્રતિ ઉપેક્ષા અને ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીની ભાવના તો પૂર્ણ જ્ઞાન અને આનંદને પ્રગટ કરવાની જ છે; શુદ્ધાત્માની સન્મુખતા વાળો વેગ સાધ્યદશા તરફ કેવો પ્રગતિમાન થઈ રહ્યો છે. બહારના ઉદયો, પ્રસંગો, સામગ્રીઓ મધ્યે તે કેવો જળકમળવત્ અલિપ્ત રહે છે તેનું વિશ્લેષણ કરનારો અધિકાર એટલે નિર્જરા અધિકાર. પુસ્તક પ્રકાશનની કાર્યવાહી અને આભારશ્રી કળશટીકા ઉપરના પૂ. ગુરુદેવશ્રીના ૧૯૭૭ની સાલના પ્રવચનોને કેસેટ ઉપરથી અક્ષરશઃ ઉતારવામાં ભાનુબેન પટેલ (રાજકોટ) નો અમૂલ્ય સહકાર મળ્યો છે. અક્ષરશ: લખાયેલા પ્રવચનોનું સંકલન કરવાનું કાર્ય બા.બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ) દ્વારા પૂર્ણ થયેલ છે. આ સુંદર કાર્યને તેઓશ્રીએ પોતાનું “અહો ભાગ્ય સમજીને આ સંકલનને સુંદર વાકય રચનામાં ગૂંથી અને પૂ. ગુરુદેવશ્રીની પ્રવચન ધારાને અસ્મલિત પ્રવાહ આપી સ્વાધ્યાય ભોગ્ય બનાવેલ છે. સંકલિત પ્રવચનોનું સંપાદન કાર્ય પં. શ્રી અભયકુમાર જૈનદર્શનાચાર્ય (દેવલાલી) દ્વારા પૂર્ણ થયેલ છે. તેઓશ્રીએ પોતાનો અમૂલ્ય સમય કાઢી. સૂક્ષ્મ દૃષ્ટિકોણથી સંકલિત પ્રવચનોને તપાસી યોગ્ય માર્ગદર્શન આપેલ છે. - સંકલિત પ્રવચનોનું ભાષાની દૃષ્ટિએ શુદ્ધિકરણ કરવાનું કાર્ય શ્રી દેવશીભાઈ ચાવડા (રાજકોટ) તેમજ પ્રુફરીડિંગનું કાર્ય ચેતનભાઈ મહેતા (રાજકોટ) દ્વારા પૂર્ણ થયેલ છે. પુસ્તક પ્રકાશનની પ્રક્રિયામાં ઉપરોક્ત સર્વે મુમુક્ષુજનો તરફથી જે નિસ્પૃહ સહકાર મળ્યોPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 572