Book Title: Kalashamrut Part 4 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ કલામૃત ભાગ-૪ IV મૂળ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદજ્ઞાનના પ્રગટ અભ્યાસથી પરમાત્મ તત્વની ઉપલબ્ધિ થાય છે. શુદ્ધતત્ત્વની પ્રાપ્તિ થતાં રાગ સમૂહનો વિલય થયો. રાગ સમૂહનો વિલય થતાં કર્મોનો સંવર થયો. કર્મોનો અભાવ થતાં શરીરાદિ નોકર્સ ઉત્પન્ન ન થયું. નોકર્મના અભાવથી સંસારનો અભાવ થયો. આ બધો પ્રતાપ અને પ્રભાવ ભેદ વિજ્ઞાનનો જ છે. માસવ નિરોધ: સંવર:” આસવનો નિરોધ કરીને જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે સંવર છે. આ નાસ્તિ પ૨ક વ્યાખ્યા થઈ. અતિથી વ્યાખ્યા કરીએ તો.. શુદ્ધાત્માભિમુખવાળા અપૂર્ણ શુદ્ધ નિર્મળ પરિણામ તે સંવર છે; જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. સંવર દશાની પ્રગટતા વિના કદી કોઈ જીવને ધર્મની શરૂઆત જ થતી નથી. સાધકદશાની પ્રારંભતા સંવરતત્ત્વનો જન્મ થવાથી થાય છે. જે એકદેશ નિર્મળ પર્યાયોનો નૂતન પ્રવાહ શરૂ થયો અને અશુદ્ધતાનો ધારાપ્રવાહ ત્યાં થંભી ગયો. શ્રી પંચાસ્તિકાયની ૧૪૪ ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યદેવ સંવરની પરિભાષા બાંધે છે કે- “શુમાશુમ પરિણામ વિરોધ: સંવર: શુદ્ધોપયોગ” આનંદમયી આત્મતત્ત્વનાં સ્વસંવેદનરૂપ શુદ્ધોપયોગમાં આસવોની ઉત્પત્તિ જ થતી નથી. તેનું નામ સંવર છે. હું તો પ્રગટ પરમાત્મા છું તેવી આનંદમય અનુભૂતિની ધારા આસવોનો સંવર કરતી જ ઉદય થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વામીએ આસવ અધિકાર બાદ બંધ અધિકાર લખ્યો- કેમ કે આસવપૂર્વક બંધ થાય છે. જ્યારે સમયસારમાં કુંદકુંદ આચાર્યદેવે આસવ અધિકાર પછી સંવર અધિકાર લખ્યો! તો બન્ને આચાર્યદેવના અધિકારના ક્રમમાં તફાવત શા માટે? તત્ત્વાર્થસૂત્ર તે આગમપ્રધાન ગ્રંથ હોવાથી ત્યાં વ્યવહારની મુખ્યતાથી ક્રમ ગોઠવ્યો છે. જ્યારે સમયસાર દષ્ટિપ્રધાન ગ્રંથ હોવાથી નિશ્ચયની મુખ્યતાથી ક્રમ ગોઠવ્યો છે. જે જીવ સમયસારનું ભાવથી અધ્યયન કરે એટલે કે- આત્મા અને આસવોનું ભેદજ્ઞાન કરે તેને આસવના નિરોધપૂર્વક સંવર દશા જ પ્રગટે છે. નિર્જરા અધિકાર જ્ઞાનીને જે જ્ઞાન વૈરાગ્યનું સામર્થ્ય પ્રગટયું છે; તેનું અભૂત મહાભ્ય બતાવનાર આ અધિકાર છે. જે સંવરરૂપ શુદ્ધતા પ્રગટ થઈ છે તેની વૃદ્ધિ થવી તેનું નામ નિર્જરા છે. ધર્મી જીવને જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃધારા નિરંતર વર્તતી હોવાથી તેને પ્રતિસમય શુદ્ધિની વૃદ્ધિ થતી જ રહે છે અને અશુદ્ધતાની હાનિ પ્રતિક્ષણ થતી રહે છે. પુણ્ય-પાપથી વિરક્તિ એવું વૈરાગ્ય; અર્થાત્ રાગાદિ ભાવોથી રહિત દશાનું નામ વૈરાગ્ય છે અને સ્વ સ્વભાવ સાથે એકત્વરૂપ વૃદ્ધિગત્ થતું જ્ઞાન તે જ્ઞાન છે. શ્રી પ્રવચનસારમાં નિર્જરાની વ્યાખ્યા કરી- “સ્વરૃપ વિશ્રાંતનિસ્તરં ચૈતન્ય પ્રતપનાવ્યતy:” અને “તપસ નિર્નાર”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 572