________________
जीवदयाप्रकरणम्
तृणंकाष्ठम्, वाशब्देन तथाविधमन्यदसारमपि हरन् - चोरयन्, निघृणश्चौरः - अपगतानुकम्पस्स्तेन:, स्वरूपविशेषणमिदम्, तस्य तद्भावाविनाभावित्वस्यो - पदर्शितत्वात्, तद्वस्तुस्वामिनां हृदयानि दावयति - सन्तापयति, स्वामिभावप्रयुक्तममकारस्य तद्विषयापहरणकाले सन्तापमात्रपर्यवसानात् । यस्तु परस्य धनं हरति, स तु तस्य जीवमेव विलुम्पति, नि:सारद्रव्यहरणस्यापि परितापप्रयोजकतया सारतदपगमस्य तु तत्प्रकर्षापादकत्वस्यानुभविकत्वात् । न च जीवनानुवृत्तिदर्शनादनुचित
તૃણ-કાષ્ઠ, “અથવા” શબ્દથી તેવા પ્રકારની અસાર વસ્તુને પણ ચોરે, તે નિર્દય ચોર = અનુકંપારહિત લૂંટારો. નિર્દય' એ ચોરનું સ્વરૂપવિશેષણ છે. કારણ—કે એનામાં નિર્દયતા હોય, તો જ એ ચોર બની શકે એવું દર્શાવ્યું છે. તે વસ્તુના માલિકોના હૃદયોને સંતાપ આપે છે. કારણ કે પોતે માલિક છે, આવા ભાવથી મમત્વ થાય છે. જ્યારે મમત્વની વિષયભૂત વસ્તુનું અપહરણ થાય, ત્યારે એ મમત્વ સંતાપમાં જ પરિણમે છે. વળી જે બીજાનું ધન ચોરે છે, તે તો તેના જીવને જ નષ્ટ કરી દે છે, કારણ કે નિઃસારદ્રવ્યનું હરણ પણ પરિતાપનું કારણ થતું હોય, તો સારભૂત મૂલ્યવાન) ધનનો અપગમ તો અત્યંત સંતાપ આપે એ વસ્તુ અનુભવસિદ્ધ છે.
શંકા - ધન ચોરાયા પછી પણ માણસ જીવતો રહે