________________
રહ
जीवदयाप्रकरणम् પુનરાવણે - धम्मं करेह तुरियं धम्मेण य हुंति सब्बसुक्खाइं । जीवदयामूलेणं पंचिंदियनिग्गहेणं च ॥२४॥
नानुपहत्य भूतानि भोग: सम्भवतीत्युक्तेरिन्द्रियनिग्रहस्य धर्महेतुत्वं प्रतिपत्तव्यम्, इत्थमेव भोगविरतेर्भूतानुपघातात्मकजीवदयासम्भवात् । किञ्च - जं नाम किंचि दुक्खं नारयतिरियाण तहय मणुयाणं । तं सव्वं पावेणं तम्हा पावे विवज्जेह ॥२५॥
તેનું ફળ છે, આ જ વસ્તુ ફરીથી કહે છે –
શીઘ ધર્મ કરો, જીવદયામૂલક અને પંચેન્દ્રિયના નિગ્રહરૂપ એવા ધર્મથી જ સર્વ સુખો થાય છે. એ ૨૪ |
જીવોનો ઉપઘાત કર્યા વિના ભોગ સંભવતો નથી. એવી ઉક્તિથી ઇન્દ્રિયનિગ્રહ એ ધર્મનું કારણ છે, એમ સમજવું જોઈએ. કારણ કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી જ ભોગથી વિરતિ કરી શકાય છે, અને તેનાથી જીવોને ઉપઘાત નહીં કરવારૂપ જીવદયા સંભવે છે.
વળી – - નારક, તિર્યંચ તથા મનુષ્યોને જે કાંઈ પણ દુઃખ છે, તે સર્વ પાપથી છે, માટે પાપોનો ત્યાગ કરો. | ૨૫ .