________________
जीवदयाप्रकरणम् जो होइ जणे जोगो तेलुक्के उत्तमाण सुक्खाणं । सो एयं जीवदयं पडिवज्जइ सबभावेणं ॥४६॥ जीवदया सच्चवयणं परधणपरिवज्जणं सुसीलत्तं । खंती पंचिंदियनिग्गहो य धम्मस्स मूलाइं ॥४७॥
व्याख्यातव्याख्यम् । एवं धर्मनिबन्धनस्वररूपादि प्रोच्यापि भवनिर्वेदमन्तरेणात्र तथाविधप्रवृत्तिविरहमवेक्ष्य जीवदयाविरहितस्य यो दुःखैकप्रचुर: संसारो भवति, तदुपदर्शनेन तन्निर्वेदમેવોત્પાતિ -
જે ત્રણે લોકમાં શ્રેષ્ઠ સુખોને પામવા માટે યોગ્ય હોય, તે સર્વ ભાવથી આ જીવદયાને સ્વીકારે છે. જો
જીવદયા, સત્યવચન, પરધનપરિહાર, સુશીલપણું, ક્ષમા અને પંચેન્દ્રિયનિગ્રહ ધર્મના મૂળ છે. / ૪૭
આની વ્યાખ્યા પૂર્વે કહી છે. આ રીતે ધર્મનું કારણ - સ્વરૂપ - ફળ વગેરે કહ્યું. તો પણ જ્યાં સુધી સંસાર પર વૈરાગ્ય ન થાય, ત્યાં સુધી ધર્મમાં તેવી વિશિષ્ટ પ્રવૃત્તિ થતી નથી, એવું ગ્રંથકારશ્રીએ જોયું. માટે જેઓ જીવદયા પાળતા નથી, તેઓનું દુઃખથી અત્યંત ભરેલું ભવભ્રમણ થાય છે, તે દેખાડવા દ્વારા ગ્રંથકારશ્રી તેના પર વૈરાગ્યભાવ ઉત્પન્ન કરે છે -