________________
जीवदयाप्रकरणम् समूसियं नाम विधूमठाणं, जं सोयतत्ता कलूणं थणंतिं । अहोसिरं कटु विगत्तिउणं, अयंव सत्थेहि समोसवेंति ॥ ८ ॥ समूसिया तत्थ विसूणियंगा, पक्खीहिं खज्जति अओमुहेहिं । संजीवणी नाम चिरद्वितीया, जंसी पया हम्मइ पावचेया ॥९॥
ઉછળેલા નારકો વૈક્રિય કાગડાઓ વડે ભક્ષણ કરાવાય છે, કદાચ છટકી નીચે પડે તો સિંહ, વાઘ આદિ જંગલી પ્રાણીઓ વડે ખવાય છે. અગ્નિના સ્થાનને પ્રાપ્ત થતા નારકો શોકથી વ્યાપ્ત થઈ દીનસ્વરથી રડે છે તથા પરમાધામી દેવો મસ્તક નીચે અને પગ ઊંચે આ રીતે ઊંધા કરીને શસ્ત્રો વડે તેના શરીરના ટુકડે ટુકડા કરે છે.
જેમ કસાઈઓ થાંભલાને વિષે બકરાને ઊંધા લટકાવે છે. તેમ ઊંધા લટકાવેલા તથા ઉપરથી બધી ચામડી છોલવામાં આવી છે એવા નારકોનું વજ સમાન તણ ચાંચવાળા કાગડા, ગીધ વગેરે પક્ષીઓ દ્વારા ભક્ષણ કરાય છે. તેમજ તે નારકો પરમાધામીઓ વડે કે એક બીજાથી અથવા સ્વભાવથી જ છેદાવા, ભેદાવા, પકાવા કે મૂચ્છ પમાડાયેલા હોવા છતાં અથવા વેદના સમુદ્યાત પામવા છતાં મરતા નથી. કારણ કે ત્યાંની ભૂમિ જ જાણે જીવન આપનારી ન હોય ! તેમ જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી છેડાયા ભેદાયા છતા મરતા નથી. ત્યાં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય છે.