________________
जीवदयाप्रकरणम्
७०
हत्थेहि पाएहि य बंधिउणं, उदरं विकत्तंति खुरासिएहिं । गिहित्तु बालस्स वित्तु देहं बद्धं थिरं पिट्ठतो उद्धरंति ||२|| बाहु पकत्तंति य मूलतो से, थूलं वियासं मुहे आडहंति । रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विज्झति तुदेण पिट्टे ||३|| अयंव तत्तं जलियं सजोई, तऊवमं भूमिमणुमंता । ते डज्झमाणा कलुणं थणंति, उसुचोइया तत्तजुगेसु जुत्ता ||४||
બાંધીને તલવાર વગેરે વિવિધ પ્રકારના શસ્ત્રો વડે પેટને ફાડે છે અને આ રીતે પીડિત દેહવાળા નારકને ગ્રહણ કરી પાછળથી, આગળથી, બાજુથી વગેરે ભાગથી ચામડી ઉખેડે છે.
પરમાધામી દેવો નારકોના મૂળથી હાથ કાપી નાંખે છે. તથા બળાત્કારથી મોઢાને ખોલીને મોટો તપાવેલો લોખંડનો ગોળો નાંખે છે. તેથી ચારે બાજુથી તેમનું શરીર દાઝવા લાગે છે અને એકાંતમાં વેદનાને અનુરૂપ તેના પાપો યાદ કરાવે છે. જેમ કે તપાવેલું સીસું પીવડાવતી વખતે ‘તું પૂર્વે મદિરા પીતો હતો', પોતાના માંસનું ભક્ષણ કરાવતી વખતે ‘તું માંસભક્ષી હતો', આ રીતે દુ:ખને અનુરૂપ અનુષ્ઠાનને યાદ કરાવતા કદર્શના કરે છે. કારણ વિના ગુસ્સો કરી પરમાધામી દેવો પરવશનારકોને પીઠમાં ભાલાથી વીંધે છે. તથા તપાવેલા લોખંડની સમાન સળગતા અગ્નિ જેવી ભૂમિ પર