________________
जीवदयाप्रकरणम्
६९ अहावरं सासयदुक्खधम्म, तं भे पवक्खामि जहातहेणं । बाला जहा दुक्कड कम्मकारी, वेदंति कम्माइं पुरेकडाइं ॥१॥
અસ્તેયાદિ આશ્રવો દ્વારા અશુભ કર્મને એકઠા કરીને, તે જૂર કર્મને આચરનારા અનાર્યો, ઇષ્ટ અને સુંદર વિષયોથી રહિત ,સડેલા મડદાની ગંધથી અનંતગુણી ગંધવાળા, અત્યંત અશુભ સ્પર્શવાળા, અત્યંત ઉગનીય, માંસ, લોહી, પરૂ, ચરબી, હાડકા વગેરેથી ભરેલા, હાહારવ આકંદના અવાજોથી દિશાઓ પુરાય છે જ્યાં તેવા નરકવાસમાં જઈને આયુષ્યકાળ સુધી વસે છે.
અનંતર ઉદેશામાં જે કર્મો વડે પ્રાણીઓ નરકમાં ઉત્પન્ન થાય છે અને જેવા પ્રકારની અવસ્થા થાય છે તેનું પ્રતિપાદન કરાયું. અહિંયા બીજા ઉદ્દેશામાં પણ આ જ વાત વિશેષથી પ્રતિપાદન કરવામાં આવે છે -
હવે શાશ્વત દુઃખના સ્વભાવવાળી (મનુષ્યના છેડા સુધી સતત દુઃખવાળી) નારકીનું વર્ણન ઉપચારથી નહિ પણ વાસ્તવિક રીતે કરીશ. વિષય સુખના અર્થી પાપ કર્મને કરનારા બાલ જીવો પૂર્વ ભવમાં કરેલા કર્મોને જેવી રીતે ભોગવે છે, તે રીતે કહીશ.
ક્રિડા કરતા પરમાધામીદેવો નારકોના હાથ-પગ