________________
१०७
जीवदयाप्रकरणम् તકુપાવાનભવિષ્યતીતિ . ?. ત્રાહત - जं_ कल्ले कायव्वं अज्जं चिय तं करेह तुरमाणा_ । बहुविग्यो य मुहुत्तो मा अवरण्हं पडिक्नेह ॥११५॥
तदैव प्रतीक्षा न्यायोपपन्नतामवतरेत्, यदि मृत्युरपि प्रतीक्षाप्रतिष्ठितप्रेक्षस्स्यात्, स च कृताकृतं नैव प्रतीक्षते, अतो न निःश्रेयससाधनविधौ विलम्बः कर्तव्य इति हृदयम् । अत एवाहुः परेऽपि-अद्यैव कुरु यच्छेयो, मा त्वां कालोऽत्यगादयम् ।
કરી લેશું. અત્યારે ભલે દયા ન પાળીએ.
સમાધાન - ગ્રંથકારશ્રી આ જ વાતનું પ્રતિવિધાન કરે છે –
જે કાલે કરવાનું છે, તેને આજે જ ત્વરાથી કરો. એક મુહૂર્તમાં પણ ઘણા વિનો આવે છે. માટે બપોરની પણ રાહ ન જુઓ. / ૧૧૫ //
પ્રતીક્ષા કરવી, એ તો ત્યારે જ સંગત થાય, કે જ્યારે મૃત્યુ પણ પ્રતીક્ષા કરવા તૈયાર હોય, પણ મૃત્યુ તો કામ થયું કે નહીં એવી કોઈ દરકાર જ કરતો નથી. માટે જેમાં આત્માનું નિશ્ચિત કલ્યાણ છે, એવી પ્રવૃત્તિમાં વિલંબ ન કરવો જોઈએ, એવું અહીં તાત્પર્ય છે.
માટે જ અન્યોએ પણ કહ્યું છે - જે કલ્યાણકારક છે, તે આજે જ કર. રખે તારો આ કાળ વીતી જાય. હજી તો કાર્યો બાકી હોય ત્યાં જ મૃત્યુ આવી પડે છે.