________________
जीवदयाप्रकरणम्
१०५ तत्त्वतो गुणानामेव पूजास्पदत्वात् । यत एवम्, अत: जइ इच्छह सयलसुक्खए, अह सायहु परममुक्खए । ता होह दयाए जुत्तए, करह य जिणाण वुत्तए ॥११३॥
न च मोक्षमित्येतावतैव गतत्वादधिकं व्यर्थमिति वाच्यम्, लौकिकचारकादिनिरोधमुक्तिव्यवच्छेदेन संसारचारकनिरोधमुक्ति
ધરાવે છે. જેમણે લોભને જીતી લીધો છે. જેમને અસાર ભોજનાદિથી પણ સંતોષ થાય છે. જેઓ જીવદયાથી યુક્ત છે, તે પુરુષ જગતમાં પૂજનીય થાય છે. તે ૧૧૨ //
કારણ કે વાસ્તવિક રીતે ગુણો જ પૂજાના સ્થાન છે. જેથી આવું છે, તેથી -
જો તમે સર્વ સુખોને ઇચ્છતા હો, અથવા તો પરમ મોક્ષને સાધવો હોય, તો દયાથી યુક્ત થાઓ અને જિનવચનોનું પાલન કરો. / ૧૧૩ .
શંકા - અહીં “મોક્ષ' એટલું કહેવાથી જ તેનો અર્થ સમજાય છે. માટે વધારાનું (પરમ) વ્યર્થ છે.
તે સમાધાન - ના, કારણ કે મોક્ષને “પરમ” એવું વિશેષણ લગાડ્યું, તેનાથી લૌકિક કેદખાના વગેરેમાં પૂર્યા હોય, તેનાથી મળતી મુક્તિનો વ્યવચ્છેદ થાય છે. અને સંસાર રૂપી કેદખાનામાં જીવો પૂરાયા છે, તેનાથી મળતી મુક્તિનું જ્ઞાન થાય છે, માટે “પરમ” એ વિશેષણ સાર્થક છે.