________________
८४
जीवदयाप्रकरणम्
जो पुण दीहपवासो चउरासीजोणिलक्खनियमेण । तस्स तवसीलमईयं संबलयं किं न चिंतेसि ? ॥८८॥
इयमेव ते परमार्थतः प्रेक्षाकारिता यत् प्रेत्यशम्बलसञ्चिन्तनमित्याशयः । यथा ह्यत्र प्रवासिनः शम्बलवर्जिता दुःखिता भवन्ति, सुखिताश्च तद्युतास्तद्वत् परलोकिनोऽप्यात्मानः, तथा चागमः अद्वाणं जो महंतं तु, अप्पाहेओ पवज्जई । गच्छंतो सो दुही होइ, छुहातण्हाए पीडिओ ॥ एवं धम्मं अकाउणं, जो गच्छन् परं भवं । गच्छंतो सो दुही होइ, वाहीरोगेहि पीडिओ ॥ अद्धाणं जो महंतं तु, सपाओ पवज्जई ।
-
તો પછી અવશ્ય ચોર્યાશી લાખ યોનિઓમાં ભટકવાનો જે દીર્ધ પ્રવાસ છે, તેના ‘તપ અને શીલમય’ શંબલનો વિચાર કેમ નથી કરતો ? ॥ ૮૮ ॥
આ જ રીતે તારી વાસ્તવિક બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે, કે તું પરલોકના શંબલનો વિચાર કરે, એવો અહીં આશય છે. જેમ શંબલ વિનાના પ્રવાસીઓ દુઃખી થાય છે, અને શંબલવાળા પ્રવાસીઓ સુખી થાય છે, તેમ પરલોકમાં જતા આત્માઓની બાબતમાં પણ સમજવું. આગમમાં પણ કહ્યું છે - જે પાથેય (ટિફીન) વિના દીર્ધ પ્રવાસ કરે છે, તે ભૂખ અને તરસથી પીડિત થઇને દુઃખી થાય છે. એ રીતે ધર્મ કર્યા વિના જે પરલોકમાં જાય છે, તે વ્યાધિ અને રોગોથી પીડિત થઈને દુઃખી થાય છે.
-