________________
९०
जीवदयाप्रकरणम् क्तयुक्त्या तस्य_परदारपरिवर्जकत्वात्, सम्मूछिमादिप्राणिप्राणापहारभीत्या शीलसामग्र्यसम्पन्नत्वाद्वा । किञ्च_ यस्य दया स ज्ञानी, फलप्रसूतेरेव वृक्षसद्भावज्ञापकत्वात्, निष्फलस्य ज्ञानस्य सतोऽपि तत्त्वतोऽसत्त्वाच्च ।
पर्यवसितमाह - यस्य दया तस्य निर्वाणम् - गुणाद्यन्तरेण महोदयोदयासम्भवात्, तस्य चोक्तरीत्या दयाधीनत्वात् । સ્થ. -
યુક્તિ મુજબ દયાળુ જીવ પરસ્ત્રીનો પરિહાર કરે છે. અથવા તો દયાળુ જીવ સંમુચ્છિમ વગેરે જીવોની હિંસાના ભયથી સંપૂર્ણ શીલને ધારણ કરે છે.
વળી જેનામાં દયા છે, તે જ્ઞાની છે. કારણ કે ફળની (દયાની) ઉત્પત્તિ જ વૃક્ષની (જ્ઞાનની) હાજરીને જણાવે છે. દયા વિનાનું જ્ઞાન હોય, એ તો નિષ્ફળ છે, માટે એવું જ્ઞાન હોય તો ય વાસ્તવિક રીતે ન હોવા બરાબર છે, માટે જેનામાં દયા છે, તે જ્ઞાની છે.
ફલિતાર્થ કહે છે – જેનામાં દયા છે, તેનો મોક્ષ થાય છે. કારણ કે ગુણો વગેરે વિના મોક્ષનો ઉદય થાય, એ સંભવિત નથી. અને ગુણો તો ઉપરોક્ત રીતે દયાને આધીન છે. આ રીતે –