Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 113
________________ १०२ जीवदयाप्रकरणम् परेषां शरणीभवितुं समर्थाः, ततो मरणादिदुःखभीतैर्जीवदयैव शरणीकार्येति तात्पर्यम् ॥ अपि च - तुम्हं महल्लयाई खइयाइं जेण कालसप्पेण । सो किं कह वि पलाओ मओ व्व वीसत्थया जेणं ॥१०९॥ नासौ क्वापि पलायितो मृतो वा, अतो धर्मोद्यम: श्रेयानित्याशय: । उक्तञ्च- छायामिसेण कालो सव्वजीवाणं छलं गवेसंतो । पासं कह वि न मुंचड़ ता धम्मे उज्जमं कुणह - इति (वैराग्यशतके ९) । पञ्चाननोपमया पञ्चत्वस्वरूपं જેઓ પોતે જ અશરણ છે, તેઓ બીજાના શરણ બનવા માટે સમર્થ નથી. માટે જેઓ મરણ વગેરેના દુઃખથી ભયભીત હોય તેમણે જીવદયાનું જ શરણ લેવું જોઈએ, એવું અહીં તાત્પર્ય છે. વળી - જે મૃત્યુ-સર્વ તમારા પૂર્વજોને ખાઈ ગયો હતો, તે શું કોઈ રીતે પલાયન કરી ગયો છે? કે મરી ગયો છે? કે જેથી તમે આટલા બેફિકર છો? | ૧૦૯ | એ મૃત્યુ-સર્પ ક્યાંય નાસી ગયો નથી, કે મરી પણ ગયો નથી. માટે ધર્મમાં ઉદ્યમ કરવો એ હિતકારક છે, એવો અહીં આશય છે. કહ્યું પણ છે - કાળ પડછાયાના બહાને સર્વ જીવોના છિદ્ર શોધે છે, તે કોઈ રીતે પીછો છોડતો નથી. માટે ધર્મમાં ઉદ્યમ કરો. (વૈરાગ્યશતક ૯)

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136