________________
૮૮
जीवदयाप्रकरणम्
યત:
जस्स दया तस्स गुणा जस्स दया तस्स उत्तमो धम्मो । जस्स दया सो पत्तं जस्स दया सो जए पुज्जो ॥ ९४ ॥
यस्य दयाऽस्ति, तस्यैव गुणा सन्ति, तदाधारत्वात्तेषां निराधारावस्थानासम्भवात् । किञ्च यस्य दया, तस्योत्तमो धर्मः सम्भवति, तदात्मकत्वात्तस्य, अत एव यस्य दया स પાત્રમ્, सर्वप्राणातिपातविरतेः कृपैकप्रतिष्ठितस्यैव सुपात्रत्वात्, एवञ्च यस्य दया स जगति पूज्यः सुपात्रस्यैव परमार्थतस्तत्त्वात् । किञ्च
કારણ કે
જેનામાં દયા છે તેનામાં ગુણો છે, જેનામાં દયા છે તે ઉત્તમ ધર્મનો ધારક છે. જેનામાં દયા છે તે પાત્ર છે, જેનામાં દયા છે તે જગતમાં પૂજ્ય છે. ॥ ૯૪ ॥
જેનામાં દયા છે, તેનામાં જ ગુણો છે. કારણ કે દયા એ ગુણોનો આધાર છે. માટે દયા વિના નિરાધાર ગુણોનું અવસ્થાન સંભવિત નથી. વળી જેનામાં દયા છે, તેનો ઉત્તમ ધર્મ સંભવે છે, કારણ કે દયા એ ઉત્તમ ધર્મ સ્વરૂપ છે. માટે જ જેનામાં દયા છે, તે પાત્ર છે. કારણ કે જેણે સર્વ જીવહિંસાથી વિરતિ લીધી છે અને તેના દ્વારા દયામાં જ જે પ્રતિષ્ઠિત છે, તે જ સુપાત્ર છે. આ રીતે જેનામાં દયા છે, તે જગતમાં પૂજ્ય છે, કારણ કે જે
-