________________
जीवदयाप्रकरणम् पहरा दीयहा मासा जह जह संवच्छराइं वोलिंति । तह तह मूढ ! वियाणसु आसन्नो होइ ते मच्चू ॥८९॥
___ अन्वाह च - वध्यस्य चौरस्य यथा पशोर्वा, सम्प्राप्यमाणस्य पदं वधस्य। शनैः शनैरेति मृति: समीपं, तथाखिलस्येति યુત: પ્રમાઉં ? - રૂતિ (
૩ત્મિજ્યને ૬૭) / વિઝુ - केदियहं वाससयं तस्स वि रयणीसु हीरए अद्धं । किंचि पुण बालभावे गुणदोस अयाणमाणस्स ॥१०॥
મૂઢ ! પહોરો, દિવસો, મહિનાઓ અને વર્ષો જેમ જેમ પસાર થાય છે, તેમ તેમ તારું મૃત્યુ નજીક આવે છે, એમ તું જાણી લે. ૮૯ /
કહ્યું પણ છે – જેનો વધ કરવાનો હોય તેવો ચોર કે પશુને વધના સ્થાને લઈ જવાતા હોય, ત્યારે જેમ ધીમે ધીમે તેનું મૃત્યુ નજીક આવતું જાય છે, તેમ સર્વ જીવોનું મૃત્યુ પણ નજીક આવતું જાય છે, માટે પ્રમાદ શાથી કરો છો ? (અધ્યાત્મકલ્પદ્રુમ ૬૭). વળી –
સો વર્ષમાં કેટલાક દિવસો હોય છે. (અલ્પ દિવસો હોય છે.) તેમાં પણ અડધુ આયુષ્ય તો રાત્રિઓમાં જતું રહે છે. અને ગુણ-દોષને નહીં જાણતા જીવનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જતું રહે છે. / ૯૦ ||