________________
जीवदयाप्रकरणम् गच्छंतो सो सुही होइ, छुहातण्हाविवज्जिओ ॥ एवं धम्मं पि काउणं, जो गच्छड़ परं भवं । गच्छंतो सो सुही होइ, अप्पकम्मे ગયો - રૂતિ (ઉત્તરાધ્યયને છ/૧૮-૨૧) |
न च पर्यन्ते प्रेत्यचिन्ता करिष्यत इति वाच्यम्, तदविज्ञानात्, प्रतिसमयं प्रत्यासन्नीभवनात् तच्चिन्ताकालसङ्कोचयोगाच्च, एतदेवाह -
(પાંગળાપણું વગેરે સોળ પ્રકારના રોગ છે, તાવ વગેરે આઠ પ્રકારના વ્યાધિ છે.)
જે પાથેય સાથે દીર્ધ પ્રવાસ કરે છે, તે ભૂખતરસથી રહિત થઈને સુખી થાય છે. એ રીતે ધર્મ કરીને જે પરલોકમાં જાય છે, તે પાપ અને દુઃખથી રહિત હોવાથી સુખી થાય છે. (ઉત્તરાધ્યયન ૧૯/૧૮-૨૧)
શંકા - અંતસમયે પરલોકની ચિંતા કરાશે, અત્યારથી શા માટે તેની ચિંતા કરવી ?
સમાધાન - આવો પ્રશ્ન ઉચિત નથી. કારણ કે અંત કાળ કયો છે, તે જ જાણી શકાતું નથી. વર્તમાન કાળ પણ અંત કાળ હોઈ શકે છે. વળી પ્રત્યેક સમયે અંતકાળ નજીક આવતો જાય છે, માટે તેની ચિંતા કરવાનો કાળ નાનો થતો જાય છે. એ જ વાત કહે છે