________________
जीवदयाप्रकरणम् तिक्वाहि सूलाहि निवाययंति, वसोगयं सावययं व लद्धं । ते सूलविद्धा कलुणं थणंति, एगंतदुक्खं दुहओ गिलाणा ॥१०॥ सया जलं नाम निहं महंतं, जंसी जलंतो अगणी अकट्ठो । चिटुंति बद्धा बहुकूरकम्मा, अरहस्सरा केइ चिरद्वितीया ॥११।। चिया महंतीउ समारभित्ता, छुन्भंति ते तं कलुणं रसंतं । आवट्टती तत्थ असाहुकम्मा, सप्पी जहापडियं जोइमज्झे ।।१२।।
વળી આ નરકભૂમિમાં આવેલા પાપી ચિત્તવાળા પ્રાણીઓ મુદ્ગરાદિથી હણાય છે. સતત મરવાની ઇચ્છાવાળા હોવા છતાં નરકના પ્રભાવથી મરતા નથી અને કપાયેલા અવયવો પારાની જેમ ફરીથી ભેગા થઈ જતા હોય છે. વળી પરમાધામીઓ પાપકર્મકારી નારકોને લોખંડના તીર્ણ ભાલા વડે ડુક્કરની જેમ વીંધે છે. છતાં મરતાં નથી. માત્ર દીન થઈ કરૂણ રીતે રડે છે અને બાહ્ય અત્યંતર બંને રીતે તેઓ માત્ર દુ:ખો અનુભવે છે.
જેમાં લાકડાં વગર પણ અગ્નિ સતત બળ્યા કરે છે એવા સતત ઉષ્ણ રહેતા મોટા આઘાત નામના સ્થાનમાં ક્રૂરકર્મકારી નારકો મોટા શબ્દથી આક્રન્દ કરતાં લાંબા કાળ સુધી રહે છે. વળી પરમાધામી દેવો મોટી ચિતા સળગાવી તેમાં દીન થઈને રડતાં એવા નારકોને ફેકે છે. જેમ અગ્નિમાં ઘી નાંખવાથી ઓગળી જાય તેમ તે નારકો તેમાં ઓગળી જાય છે. છતાં નારક ભવના