________________
७४
जीवदयाप्रकरणम्
सदा कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्मं । हत्थेहिं पाएहि य बंधिउणं, सत्तुव्व डंडेहिं समारभंति ||१३|| भंजंति बालस्स वहेण पुट्ठी, सीसंपि भिंदंति अओघणेहिं । ते भिन्नदेहा फलगं व तच्छा, तत्ताहिं आराहिं नियोजयंति ॥ १४॥ अभिजुंजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्थिवहं वर्हति । गं दुहितु दुवे ततो वा, आरुस्स विज्झति ककाणओ से ।। १५ ।। પ્રભાવથી પ્રાણોથી મુકાતા નથી.
પરમાધામી દેવો. હંમેશા ઉષ્ણ સ્વભાવવાળી નરકમાં પૂર્વ કર્મથી ઉત્પન્ન થયેલા શરણ વગરના નારકોના-હાથ પગ બાંધીને અત્યંત દુઃખ આપવાના સ્વભાવવાળા યાતનાસ્થાનમાં ફેંકે છે અને શત્રુની માફક દંડો વડે તાડન કરે છે. પત્થર વગેરેથી પીઠને ભાંગી નાંખે છે. લોખંડના ઘણો વડે મસ્તકનો ભૂકો કરી નાંખે છે. બીજા અંગો ઉપાંગોને પણ ભાંગી નાખે છે. અને શરીરને કરવતથી લાકડાના પાટીયાની જેમ ફાડી નાંખે છે અને તપેલાં સોયા શરીરમાં ભોંકે છે તથા તપેલું સીસું પણ પીવડાવે છે.
પરમાધામી દેવો નારક જીવોને તેમના અશુભ કાર્યોને યાદ કરાવીને બાણ આદિથી મારીને તેમના પર આરૂઢ થઈ જેમ હાથી કે ઉંટ પર બેસીને કે ભાર મૂકીને વહન કરાય છે તેમ તેમના પર એક, બે, ત્રણને બેસાડીને