________________
जीवदयाप्रकरणम् एयाइं फासाइं फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं । ण हम्माणस्स उ होइ ताणं, एगो सयं पच्चणुहोइ दुक्खं ।।२२।। जं जारिसं पुव्बमकासि कम्म, तमेव आगच्छति संपराए । एगंतदुक्खं भवमज्जणित्ता, वेदंति दुक्खी तमणंतदुक्खं ॥२३॥ एताणि सोच्चा णरगाणि धीरे, न हिंसए किंचण सव्वलोए । एगंतदिट्ठी अपरिग्गहे उ, बुज्झिज्ज लोयस्स वसं न गच्छे ॥२४।।
નારકો એકલા ગમન કરે છે. આ રીતે પરમાધામી દેવોથી, એક બીજા નારકોથી અથવા સ્વભાવથી અતિ કટું અનિષ્ટ રૂપ-રસ-ગંધ- સ્પર્શ શબ્દોથી સતત લાંબા કાળ સુધી દુઃખી દુઃખી થઈ જાય છે. ત્યાં કોઈ રક્ષણ કરનાર હોતું નથી.
એકલો જીવ સ્વયં દારુણ દુઃખોને ભોગવે છે. અચ્યતેન્દ્ર સીતાના જીવે નરકમાં દુઃખ અનુભવતા લક્ષ્મણને જોઈને, તેના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કર્યા, છતાં તેનું દુઃખ દૂર થઈ શક્યું નહિ.
પૂર્વભવમાં જેણે જેવા પ્રકારના તીવ્ર, મંદ, મધ્યમ વગેરે અધ્યવસાયો વડે કર્મો બાંધ્યા હોય, તેમને સંસારમાં તેવા પ્રકારના તીવ્ર, મંદ કે મધ્યમ દુઃખ ઉદયમાં આવે છે. આ રીતે નરક ભવને યોગ્ય કર્મો ઉપાર્જન કરીને નરકમાં ગયેલા જીવ, કોઇથી પણ શાંત ન કરી શકાય