________________
૨૮
जीवदयाप्रकरणम् समज्जिणित्ता कलुसं अणज्जा, इटेहिं कंतेहि य विप्पहूणा । ते दुब्भिगंधे कसिणे य फासे, कम्मोवगा
રુણિને માવસંતિ || ર૭ ઉત્તમ! હજારો વાર ઉત્પન્ન થઈ, કૂર કર્મ કરનારા તેઓ નરકમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં એક બીજાને દુઃખ ઉદીરણા કરતાં દીર્ધ સમય સુધી રહે છે. પૂર્વ ભવમાં જેવા પ્રકારના ખરાબ પરિણામથી દુષ્કર્મ કર્યા હોય, તેવા પ્રકારની જ ત્યાં વેદના અનુભવવી પડતી હોય છે. જેમકે માંસ ખાનારાને પોતાના મોસને જ અગ્નિથી પકાવી ભક્ષણ કરાવે છે. માંસ રસને પીનારાને પોતાના જ પરૂ-લોહી તથા તપાવેલા સીસાને પીવડાવે છે. માછીમાર-શિકારી વગેરે તે રીતે જ ત્યાં છેદાય છે, ભેદાય છે, યાવત્ મરાય છે. અસત્ય બોલનારાની જીભ છેદવામાં આવે છે. બીજાના દ્રવ્ય હરણ કરનારાઓના અંગ ઉપાંગોને છેદાય છે. પરસ્ત્રીગમન કરનારાઓના લિંગ વગેરે છેદવામાં આવે છે, તપાવેલી લોખંડની પુતળી સાથે આલિંગન કરાવે છે. તે રીતે મહાપરિગ્રહ આરંભ કરનારાઓને તથા ક્રોધમાન-માયા- લોભવાળાઓને પૂર્વ આત્માના દુકૃતોને યાદ કરાવીને તેવા પ્રકારના દુઃખો ઉત્પન્ન કરે છે.
જેના માટે પાપો કરે છે તેવા હિંસા, જૂઠ,