________________
जीवदयाप्रकरणम् सया कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अति दुक्ख धम्मं । अंदुसु पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ।।२१।। छिंदति बालस्स खुरेण नवं, उठेवि छिंदंति दुवेवि कण्णे। जिब्भं विणिक्कुस्स विहत्थिमित्तं, तिक्वाहिं सूलाहिऽभितावयंति।२२। ते तिप्पमाणा तलसंपुडं व, राइंदियं तत्थ थणंति बाला । गलंति ते सोणिअपूयमंसं, पज्जोइया खारपइद्धियंगा ।। २३ ॥
પણ પ્રલયકાળના અગ્નિ કરતાં અત્યંત ઉષ્ણ હોય છે. નિકાચિત કર્મના ઉદયથી ત્યાં ઉત્પન્ન થયેલા નારકોને બેડીમાં નાંખી, માથાને તપાવે છે, તથા ચામડીને જેમ ખીલા વડે સર્વ અંગોને વિષે છિદ્ર કરે છે. પૂર્વના દુષ્કર્મો યાદ કરાવી કરાવીને છરીથી નાક કાપે છે, બંને હોઠોને તથા બંને કાનોને પણ છેદે છે. તે પૂર્વે મદિરા માંસના રસમાં આસક્ત હતો, અને અસત્ય બોલતો હતો, તેમ કહી સાણસી વડે તેની જીભ પણ ખેંચી કાઢે છે.
નાક, હોઠ અને જીભ જેની કપાયેલી છે, તેથી જ જેના અંગોમાંથી સતત લોહી અને પરૂ નીકળ્યા કરે છે, એવા નારકો પવનથી પ્રેરાયેલા તાલવૃક્ષના સુકાયેલા પાંદડાઓ જેવા અવાજથી રાત-દિવસ, કરૂણ આક્રંદ કરે છે. અગ્નિથી બળાતા તથા ક્ષારથી બળેલા અંગવાળા તેમના શરીરમાંથી પરૂ-માંસ સતત ગળે છે. વળી ત્યાં