________________
६४
जीवदयाप्रकरणम् तहिं च ते लोलण संपगाढे, गाढं सुतत्तं अगणिं वयंति । न तत्थ सायं लहती भिदुग्गे, अरहियाभितावा तहवी तविंति ॥१७॥ से सुच्चई नगरवहे व सद्दे, दुहोवणीयाणि पयाणि तत्थ । उदिण्णकम्माण उदिण्णमकम्मा, पुणो पुणो ते सरहं दुहेति ।।१८।। થતી વેદનાઓ વગેરેને ભોગવતા પોતાના જ દુષ્કૃત્યોથી ઉત્પન્ન થયેલ ભયંકર દુઃખોથી પીડાય છે. એક નિમેષ (પળો માત્ર પણ દુઃખથી વિશ્રાંતિ પામતા નથી.
આમ તેમ ભટકતા એવા નારકજીવોથી વ્યાપ્ત મહાયાતનાના સ્થાન એવી નરકમાં અત્યંત શીતથી પીડાયેલા નારકો ઠંડીથી બચવા અગ્નિ તરફ જાય છે, ત્યાં પણ અગ્નિમાં બળતા લેશ માત્ર સુખ મેળવતા નથી, અને સતત તાપથી બળતા હોવા છતાં પણ પરમાધામીઓ તેઓને તપેલા તૈલ અને અગ્નિ આદિ વડે વધુ બાળે છે. આ રીતે પરમાધામીઓથી કદર્થના પમાડાતા નારકોના અત્યંત કરૂણ શબ્દો, નગરનો વધ થતો હોય ત્યારે સંભળાય તેવા હાહારવવાળા આકંદન શબ્દ સંભળાય છે. “હે માતા ! હે પિતા ! અનાથ એવો હું તારે શરણે આવ્યો છું, મારું રક્ષણ કર.” વગેરે શબ્દો છતાં મિથ્યાત્વી પરમાધામી દેવો જેને કવિપાકવાળા કર્મ ઉદયમાં આવ્યા છે એવા નારકોને વિવિધ પ્રકારના ઉપાય વડે. અત્યંત અસહ્ય દુઃખો ઉત્પન્ન કરે છે.