________________
जीवदयाप्रकरणम् संतच्छाणं नाम महाहितावं, ते नारया जत्थ असाहुकम्मा । हत्थेहि पाएहि य बंधिउणं, फलगं व तच्छंति कुहाडहत्था ॥१४॥ रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नुत्तमंगे वरिवत्तयंता । । पयंति णं णेरड़ए फुरते, सजीवमच्छे व अयोकवल्ले ॥ १५ ॥ नो चेव ते तत्थ मसीभवंति, ण मिज्जती तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता, दुक्खंति दुक्खी इह दुकडेण ॥१६॥ જેમ પકાવે છે. આગથી રંધાતા જીવો માછલીઓની જેમ ત્યાં કંપે છે, પરંતુ પરવશ હોવાથી બીજે ક્યાંય જવા માટે અસમર્થ હોય છે અને ક્રૂર કર્મ કરનાર, દયા વગરના પરમાધામી દેવો હાથ પગ બાંધીને નારકોને કુહાડીથી લાકડાની જેમ કાપે છે અને છોલે છે.
પરમાધામી દેવો પોતાના જ લોહીથી ભરેલી અને અત્યંત તપેલી કઢાઈમાં ભિન્ન મસ્તકવાળા નારકોને પકાવે છે. લોખંડની કઢાઈમાં જીવતાં માછલાં નાંખીને તળવામાં આવે છે, તેમ અત્યંત વિવળતાથી આમ તેમ ઉંચા નીચા થતા નારકો ઉંધા ચત્તા થતાં તળાય છે. આમ પકાવાતાં છતાં તેઓ ભસ્મીભૂત થતાં નથી. તથા અનુપમ અને અવર્ણનીય વેદના ભોગવે છે. કર્મ પૂર્ણ નહીં થવાના કારણે મરતાં પણ નથી, તથા દહન, છેદન, ભેદન, તક્ષણ, ત્રિશૂલારોપણ, કુંભીપાક, શાલ્મલી, આરોહણાદિ પરમાધામી જનિત પીડાઓ તથા પરસ્પર