________________
जीवदयाप्रकरणम् असूरियं नाम महाभितावं, अंधंतमं दुप्पतरं महंतं । उड़े अहेअं तिरियं दिसासु, समाहिओ जत्थडगणी झियाई ।।११।। जंसी गुहाए जलणेऽतिउटे, अविजाणओ डज्झइ लुत्तपण्णो । सया च कलुणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ।। १२।। चत्तारि अगणीओ समारभित्ता, जहिं कूरकम्माऽभितविंति बालं। ते तत्थ चिटुंतऽभितप्पमाणा, मच्छा व जीवंतु व जोतिपत्ता ॥१३।। લાંબા ત્રિશૂલ વડે વધે છે. અને પૃથ્વી ઉપર ફેકે છે. કેટલાક પરમાધામી દેવો ગળામાં મોટી શિલા બાંધીને નારકોને ડૂબાડે છે. ફરીથી વૈતરણી નદીમાંથી કાઢી નદીની અત્યંત તપેલી રેતીમાં ચણાની જેમ ભૂજે છે. અને કેટલાક પરમાધામીઓ તે નારકોને ભોજનમાં માંસપેશીની જેમ પકાવે છે.
સર્વ નરકાવાસો અત્યંત અંધકારવાળા કુંભી સમાન આકૃતિવાળા સૂર્ય ન હોવાથી “અસૂર્ય' કહેવાય છે. ભયંકર તપેલા અંધકારમય, દુરુત્તર વિશાલ નરકાવાસો છે, તેમાં ઉપર નીચે અને તિર્થો, બધી દિશાઓમાં અગ્નિ સળગે છે.
ગુફામાં પ્રવેશતો નારક અગ્નિથી ભયંકર રીતે દાઝે છે. અને વિવેક વગરનો તેવો તે ભયંકર ઉષ્ણ સ્થાનને પામેલો તે સતત બળે છે અને આંખના પલકારા જેટલા સમય માત્ર પણ દુ:ખથી છુટકારો થતો નથી.
ત્યાં ક્રૂર કર્મ કરનાર પરમાધામી દેવો ચારે દિશામાં અગ્નિ સળગાવીને નારકોને અત્યંત તપાવે છે. માંસની