________________
जीवदयाप्रकरणम् पाणेहि णं पाव विओजयंति, तं भे पवक्खामि जहातहेणं । दंडेहिं तत्थ सरयंति बाला, सव्वेहिं दंडेहि पुराकएहिं ॥ १९ ॥ ते हम्मामाण णरगे पडंति, पुन्ने दुरुवस्स महाभितावे । ते तत्थ चिटुंति दुरुवभक्खी, तुटुंति कम्मोवगया किमीहिं ॥२०॥
પાપ કર્મ કરનાર પરમાધામીઓ ત્યાં નારકોના શરીર ઇંદ્રિય વગેરે અવયવોને પટકવા કાપવા વગેરે પ્રકારો વડે જુદા કરી આમ તેમ ફેકે છે અને આ રીતે દુ:ખ ઉત્પન્ન કરી તેઓના પૂર્વે કરેલાં પાપો યાદ કરાવે છે. જેમકે ‘પૂર્વ ભવમાં આનંદપૂર્વક પ્રાણીઓનું માંસ ખાતો હતો, અને માંસનો રસ, મદિરા પીતો હતો અને પરસ્ત્રીગમન કરતો હતો. અને હમણાં તે કર્મના ફલને અનુભવતો આ રીતે કેમ રાડો પાડે છે ?'
આ રીતે પૂર્વભવ યાદ કરાવી વિશેષ દુઃખ ઉત્પન્ન કરી પીડે છે. પરમધામિઓથી તાડન કરાતા તે નારકો ત્યાંથી ભાગી જઈને અન્ય ઘોરતર સ્થાનમાં જાય છે, જે સ્થાન વિષ્ટા રક્ત માંસ અને કાદવથી ભરેલ અને અત્યંત સંતાપને ઉત્પન્ન કરનારું હોય છે. ત્યાં અશુચિ આદિનું ભક્ષણ કરતાં ઘણા કાળ સુધી રહે છે. અને નરકપાલો વડે વિદુર્વેલી કૃમિઓ વડે વ્યથા પામે છે.
સંપૂર્ણ નરક ઉષ્ણપ્રધાન હોય છે. ત્યાંનો પવન