________________
जीवदयाप्रकरणम्
५९ तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसती आयसुहं पडुच्चा । जे लुसए होई अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि ॥४॥ નરકમાં ઉત્પન્ન થઈ વિવિધ પ્રકારની વેદના અનુભવે છે.
તથા પોતાના સુખ માટે રૌદ્ર પરિણામથી હિંસામાં પ્રવૃત્ત થઈ, જે જીવો બેઈન્દ્રિય આદિ ત્રસ જીવોને તથા પૃથ્વીકાય આદિ સ્થાવર જીવોની નિર્દયપણે તીવ્ર ભયંકર પરિણામથી હિંસા કરે છે, વિવિધ પ્રકારના ઉપાય વડે પ્રાણીઓનું ઉપમર્દન કરે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, તથા પાપના ઉદયથી જેઓ ધર્મને અને સંયમને જરા પણ આચરતા નથી, તેમજ કાગડાનું માંસ ભક્ષણ કરવું નહિ તેવો નાનો પણ નિયમ કરતા નથી, તેવા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે.
“વેદમાં કહેવાયેલી હિંસા તે હિંસા જ નથી તથા શિકારથી આનંદ મેળવવો તે રાજાનો ધર્મ છે. માંસભક્ષણ, મદ્યપાન, મૈથુન સેવનમાં દોષ નથી, સર્વ પ્રાણીઓની આ પ્રવૃત્તિ છે.” વગેરે કહેતા (તેમાંથી નિવૃત્તિ થવાથી મહા ફળની પ્રાપ્તિ થાય છે.) ધિઢાઈથી આમ બોલતા ક્રૂર સિંહ અને કાળા સાપની જેમ સ્વભાવથી જ અનેક પ્રાણીઓની હિંસા કરવાના સ્વભાવવાળા સતત ક્રોધ રૂપી અગ્નિથી બળતા, સતત હિસાના પરિણામવાળા શિકારી, માછીમાર વગેરે જીવો નીચે ઘોર અંધકારયુક્ત