________________
जीवदयाप्रकरणम्
परमेसरमाईया ता पिच्छह जाव डुंबचंडाला । कस्स न जायइ दुक्खं सारीरं माणसं चेव ॥ ३६ ॥
धर्महीनाः श्रेष्ठ्यादयोऽन्त्यजपर्यन्ताः सर्वेऽपि शारीरमानसदु:खसन्दोहाभिभूता दृश्यन्त एवेति धर्म एव सुखार्थिनाऽनुष्ठातव्य इत्याशयः । ननु तदभिभूतौ धर्महीनत्वमेव प्रयोजकम्, न त्वन्यत् किञ्चिदिति कथं निश्चय इति चेत्, प्रागुक्तधर्मफलप्रतिपादका
અત્યંત શ્રીમંતોથી માંડીને ડુંબ (એક હલકી જાતિ) - ચંડાળ વગેરેને તો જુઓ, કોને શારીરિક અને માનસિક દુઃખ થતું નથી ? ॥ ૩૬ ॥
જેઓ ધર્મરહિત છે તેવા શેઠિયાઓથી માંડીને ચંડાળો સુધીના બધાં જ શારીરિક અને માનસિક દુઃખોના સમૂહથી પરાભવ પામેલા છે, એવું દેખાય જ છે. માટે જેઓને સુખની ઈચ્છા છે, તેમણે ધર્મ જ ક૨વો જોઈએ, એવો અહીં આશય છે.
३७
શંકા દુઃખોથી જે પરાભવ થાય છે, તેમાં ધર્મરહિતપણું એ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી, એવો નિશ્ચય શી રીતે થઈ શકશે ?
१. ग
સમાધાન - પૂર્વે કહેલા ધર્મના ફળના પ્રતિપાદક શ્રદ્ધેય મહાપુરુષોના વચનથી એનો નિશ્ચય થઈ શકશે.
-
-
યો