________________
जीवदयाप्रकरणम् दूसहदुहसंतावं ताव उ पाविंति जीव संसारे । जाव न सुहसत्ताणं सत्ताणं जंति समभावं ॥२९॥
हिंसा हि सर्वजीवेष्वात्मसाम्यदर्शनविरहत एव सम्भवति, यथैवाहं सुखसक्तस्तथा सर्वेऽपि सत्त्वाः, अतोऽनुकम्प्या एते - इत्याद्यात्मकसमभावमन्तरेण न पापबन्धाभाव:, सति च पापबन्धे ध्रुवस्तदुदयाऽऽपादितदुःखसन्दोहः, अतस्तदपनोदाभिलाषिभिः समभावे यतितव्यमिति भावः । अत एव पारमर्षम्
સમભાવથી જ થઈ શકે છે, માટે સમભાવ લાવવા માટે કહે છે –
જીવો ત્યાં સુધી સંસારમાં દુઃષહ દુઃખોનો સંતાપ પામે છે, કે જ્યાં સુધી સુખમાં આસક્ત એવા જીવો પ્રત્યે સમભાવ પામતા નથી. તે ૨૯ |
હિંસા તો જ સંભવે કે, જો સર્વ જીવોમાં પોતાના આત્માનું સામ્ય ન દેખાય. “જેમ હું સુખમાં આસક્ત છું. તેમ બધા જીવો પણ સુખમાં આસક્ત છે. માટે તેમના પર દયા કરવી જોઈએ– આવા સમભાવ વિના પાપબંધ અટકતો નથી. અને જો પાપબંધ હોય, તો તેના ઉદયથી નક્કી દુઃખોનો સમૂહ આવવાનો જ છે. માટે જેમને દુઃખો દૂર કરવા હોય, તેમણે સમભાવ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. માટે જ પરમર્ષિનું વચન છે – જે