________________
जीवदयाप्रकरणम् रिक्तजातीयैव वेदना, अन्येषामपि जीवानां देहेषूत्पद्यते, तुल्यात्मत्वात्तेषाम्, अत एवागम: - जह ते न पियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । सव्वायरमुवउत्तो अत्तोवम्मेण कुणसु दयं - इति (भक्तपरिज्ञायाम् ९०) । न च परविषयकारुण्यत एव, किं तर्हि ? अपि तु स्वात्मदयाया अप्युपरन्तव्यं हिंसाया: । अत्र हेतुमाह - जो देइ परे दुक्रवं तं चिय सो लहइ लक्खसयगुणियं । बीयं जहा सुनेत्ते वावियं बहुफलं होइ ॥१४॥ અશુભ વેદના પોતે અનુભવી છે, બરાબર તેવા જ પ્રકારની વેદના, બીજા જીવોના શરીરોમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તેઓ પણ તારા જેવા જ આત્મા છે. માટે જ આગમમાં કહ્યું છે – જેમ તને દુઃખ પ્રિય નથી, એમ સર્વ જીવોને પણ દુઃખ પ્રિય નથી. એમ જાણીને પોતાની ઉપમાથી સર્વ પ્રયત્ન સાથે અપ્રમત્ત બનીને દયા કર. (ભક્ત પરિજ્ઞા ૯૦)
બીજા જીવો પરની કરુણાથી જ નહીં, પણ પોતાના પરની કરુણાથી પણ હિંસા છોડી દેવી જોઈએ. એમાં કારણ કહે છે -
જે બીજાને દુઃખ આપે છે, તે તે જ દુઃખ કરોડગણું મેળવે છે. જેમ સારા ખેતરમાં વાવેલું બીજ ઘણું ફળ આપે છે. તે ૧૪ |