________________
जीवदयाप्रकरणम्
___ कारणानुरूपत्वात्कार्यस्य न हिंसातो सुखसम्भवसम्भावना, नाप्यहिंसातो दु:खगन्धोऽपीति हृदयम् । किञ्चजो देइ अभयदाणं देइ य सुक्खाइं सब्बजीवाणं । उत्तमठाणम्मि ठिओ सो भुंजइ उत्तमं सुक्खं ॥२०॥
कर्चनुयायित्वात्कर्मणामित्याशयः, यदागमः - कत्तारमेव अणुजाइ कम्मं- इति (उत्तराध्ययने १३-२३) । एवं जीवदयामहिमानमभिधाय यत्र तत्सम्भवस्तमाह - लोभाओ आरंभो आरंभाओ य होइ पाणिवहो । लोभारंभनियत्ते नवरं अह होइ जीवदया ॥२१॥
કાર્ય હંમેશા કારણને અનુરૂપ હોય છે, માટે હિંસાથી કદી સુખ મળે એવી શક્યતા નથી, અને અહિંસાથી કદી દુ:ખ મળે એવો કોઈ અવકાશ નથી, એવો અહીં આશય છે. વળી
જે અભયદાન આપે છે, અને સર્વ જીવોને સુખ આપે છે, તે ઉત્તમ સ્થાનમાં રહીને ઉત્તમ સુખ ભોગવે છે. ૨૦ll.
કારણ કે કર્મો કર્તાને અનુસરે છે. આગમમાં પણ કહ્યું છે - કર્મ કર્તાનું અનુગમન કરે છે. (ઉત્તરાધ્યયન ૧૩-૨૩). આ રીતે જીવદયાનો મહિમા કહીને જે આત્મામાં જીવદયાનો સંભવ છે, તે કહે છે -
લોભથી આરંભ થાય છે, અને આરંભથી જીવહિંસા